Friday, March 29, 2024
Homeબિઝનેસનિફ્ટી ફ્યુચર રેન્જ ૧૪૬૦૬ થી ૧૪૮૦૮ પોઈન્ટ ધ્યાને લેવી...!!!

નિફ્ટી ફ્યુચર રેન્જ ૧૪૬૦૬ થી ૧૪૮૦૮ પોઈન્ટ ધ્યાને લેવી…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

દેશમાં કોરોનાની બીજી લહેર સતત ઘાતક નીવડી રહી હોઈ મોતના મોટા આંકડા આવી રહ્યા હોઈ એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુદ્વના ધોરણે આ સંક્રમણને કાબૂમાં લેવા થઈ રહેલા પ્રયાસો અને કોર્પોરેટ જગત પણ આગળ આવીને આ કામગીરીમાં જોડાઈ જતાં આગામી દિવસોમાં કોરોના અંકુશમાં આવવાની અપેક્ષા અને વેક્સિનેશનમાં ઝડપી વધારાની અપેક્ષા વચ્ચે ગત સપ્તાહના શરૂઆતી તબક્કામાં તેજી જોવા મળી હતી, જો કે દેશમાં કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેર ધીમી પડયાની રાહત છતાં હજુ પોઝિટીવ કેસોની સંખ્યા સતત વધી રહી હોઈ આ મામલે દેશની હેલ્થકેર સિસ્ટમ અપર્યાપ્ત પૂરવાર થઈ રહી હોવા સાથે વેકેસિનેશનને પણ ઝડપી બનાવવું અશક્ય બની રહેતાં આ સંકટમાંથી ઝડપ બહાર આવવાનું મુશ્કેલ હોવાના સંકેતે દેશ ગંભીર આર્થિક સંકટમાં ફસાઈ જવાના ફફડાટે સપ્તાહના અંતે ઘટાડો નોંધાયો હતો.

કોરોનાના કહેર વચ્ચે પરિસ્થિતિ અંકુશ બહાર ગઈ હોઈ આ પરિસ્થિતિને અંકુશમાં લેવા પર આવી હોઈ અને સુપ્રિમ કોર્ટ દ્વારા પણ કેન્દ્ર સરકારને આ માટે ફરી લોકડાઉન લાગુ કરવા સલાહને લઈ દેશભરમાં ફરી લોકડાઉન લાગુ થવાના ફફડાટે એના અંકુશના માટેના પગલાં અપર્યાપ્ત પૂરવાર થઈ રહ્યા છે, એવામાં હવે નવો સ્ટ્રેન આવ્યો હોવાનું અને એ અન્ય સ્ટ્રેનથી વધુ ઘાતક હોવાના અહેવાલે દેશવ્યાપી સજ્જડ લોકડાઉન એકમાત્ર ઉપાય હોવાનાના નિષ્ણાંતોના મત વચ્ચે ભારતીય શેરબજાર ભારે અફડા તફડી જોવા મળી હતી.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ભારતમાં કોરોનાની બીજી  લહેર અને તેને કારણે નિયમનકારી પગલાં લેવાની પડી રહેલી ફરજથી આર્થિક રિકવરી સામે અવરોધ આવી રહ્યા છે જેનાથી સરકારની વેરા મારફતની આવક પર નેગેટિવ અસર પડી રહી છે.  આર્થિક રિકવરીની ગતિ જાળવી રાખવા સરકાર વર્તમાન નાણાં વર્ષમાં જે રૂપિયા ૩૪.૮૦ લાખ કરોડનો ખર્ચ કરવા યોજના ધરાવે છે તેને જાળવી રાખશે તેમ જણાય છે. આની સામે સરકારની રેવેન્યુ રૂપિયા ૧૬.૫૦ લાખ કરોડ રહેવા અંદાજ છે  જે  રૂપિયા ૧૭.૮૦ લાખ કરોડની ધારણાં કરતા નીચી છે. 

- Advertisement -

આવકમાં તૂટને કારણે વર્તમાન નાણાં વર્ષના અંતે ભારત તેના રાજકોષિય ખાધનો ટાર્ગેટને ચૂકી  જશે તેવી શકયતા છે. વર્તમાન નાણાં વર્ષ માટે સરકારે તેની આવક અને ખર્ચ વચ્ચેની ખાધ જીડીપીના ૬.૮૦% સુધી સીમિત રહે તેવો ટાર્ગેટ  રાખ્યો છે, પરંતુ સરકાર આ ટાર્ગેટ ચૂકી જશે અને નાણાં વર્ષના અંતે ખાધ વધીને ૮.૩૦% રહેવાની અમારી ધારણાં હોવાનું ફિચ સોલ્યુશને એક રિપોર્ટમાં જણાવ્યું છે.

ગયા નાણાં વર્ષના ડિસેમ્બર તથા માર્ચ ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્રમાં સુધારો જોવાયા બાદ વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા એટલે કે જુન ત્રિમાસિકમાં કોરોનાની બીજી લહેરને કારણે આર્થિક વિકાસને ફટકો પડયો છે. જુન ત્રિમાસિકમાં ભારતનો આર્થિક વિકાસ દર ઘટવાના અંદાજ બાદ ફરી સપ્ટેમ્બર ત્રિમાસિકથી પાટે ચડશે એમ એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સ દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. જૂન ત્રિમાસિક બાદ દેશમાં કોરોનાનો કહેર ઘટવા લાગશે તેવી આશા સાથે સંપૂર્ણ વર્ષનો આર્થિક વિકાસ દર પણ દ્વીઅંકમાં જળવાઈ રહેવાની ધારણાંને અકબંધ રાખવામાં આવી છે.

વર્તમાન સંપૂર્ણ નાણાં વર્ષના આર્થિક વિકાસ દરના દ્વીઅંકના અંદાજને ફિચ સોલ્યુશન્સ તથા એસબીઆઈ રિસર્ચના રિપોર્ટમાં જીડીપી ગ્રોથના અંદાજને ઘટાડીને એક અંકમાં મુકાયો છે, જ્યારે એસએન્ડપીએ જાળવી રાખ્યો છે. વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દરનો અંદાજ ધીમો પડશે તો પણ ત્યારપછીના બે વર્ષમાં વિકાસ દર ઊંચો રહેશે જે તેના રાજકોષિય તથા ધિરાણ ગણિતાને ટકાવી રાખશે એમ પણ એસએન્ડપી દ્વારા મત અપેક્ષા વ્યકત કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેરને કારણે ભારતના આર્થિક વિકાસ દરને ૧.૨૦થી ૨.૮૦%નો માર પડી શકે છે. વર્તમાન નાણાં વર્ષમાં જીડીપી ગ્રોથમાં ઘટાડો છતાં સરકારની રાજકોષિય સ્થિતિ પર ખાસ ગંભીર અસર જોવા નહીં મળે.

બજારની ભાવી દિશા…. દેશ પર આવી પડેલી કોરોનાની બીજી લહેરરૂપી ઐતિહાસિક આફતના પરિણામે પરિસ્થિતિ અંકુશ બહાર જવા લાગતાં વિશ્વભરની મદદ લેવાની ફરજ પડવા લાગી છે. ભારતની મજબૂત મનાતી હેલ્થ સિસ્ટમ આ મહામારી સામે લડવા અપર્યાપ્ત પૂરવાર થઈ અત્યારે સર્જાયેલી મહા કટોકટીની સ્થિતિમાંથી ક્યારે બહાર આવી શકાશે એ કહેવું મુશ્કેલ બન્યું છે, ત્યારે ભારતની મદદે આવવા અનેક દેશોએ તૈયારી બતાવી છે, છતાં આ અસાધારણ કટોકટી વેક્સિનની અપર્યાપ્ત ઉપલબ્ધિના કારણે ટૂંકાગાળામાં દૂર થવાની શકયતા નહિવત રહેતા જેના કારણે દેશના વિવિધ ભાગોમાં લોકડાઉન જેવા અંકુશો લાગુ કરવાની પડી રહેલી ફરજના પરિણામે દેશનું અર્થતંત્ર વધુ ડામાડોળ થવાની શક્યતા સાથે આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં સાવચેતી જરૂરી બની રહેશે.

મિત્રો, ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી લોકડાઉનની ભીતિ ઊભી થતાં અને આગામી દિવસોમાં ઓધૌગિક રાજ્યમાં લોકડાઉનની સ્થિતિમાં વધારો થશે તો આર્થિક ગ્રોથને અસર થઈ શકે છે અને વધુ રાહતના પગલાં લેવા માટે સરકાર પર નવો બોજો વધારી શકે છે અને આર્થિક રિકવરી પર સ્વાભાવિક દબાણ જોવાશે. ભારતીય શેરબજાર હાલ ઉંચા વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યું છે. વિશ્વ સહિત ભારતમાં કોરોનાના કેસમાં વધારો અને ફરી લૉકડાઉનના કિસ્સામાં વધારો થશે તો તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે તેવી શક્યતા જોવાઈ રહી છે, ઉપરાંત વેક્સિનેશન પ્રોગ્રામ વધુ કેટલી ઝડપે આગળ વધી શકશે એના પર ભારતીય શેરબજારની નજર વચ્ચે રહેશે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૪૭૧૭ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૬૦૬ પોઇન્ટના પ્રથમ અને ૧૪૪૭૪ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૪૭૭૭ પોઇન્ટથી ૧૪૮૦૮ પોઇન્ટ, ૧૪૮૮૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૪૮૮૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૨૨૦૨ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૧૬૭૬ પોઇન્ટના પ્રથમ અને ૩૧૩૦૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૨૪૭૪ પોઇન્ટથી ૩૨૬૦૬ પોઇન્ટ, ૩૨૮૮૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૨૮૮૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) એચ.જી. ઈન્ફ્રા ( ૩૩૭ ) :- કન્સ્ટ્રક્શન & ઇજનેરી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૦૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૫૩ થી રૂ.૩૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૩૭૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) ન્યુજેન સોફ્ટવેર ( ૩૨૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૪૭ થી રૂ.૩૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) ઓરિયન્ટ ઇલેક્ટ્રિક ( ૨૮૪ ) :- રૂ.૨૭૦ નો પ્રથમ તેમજ રૂ.૨૫૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૯૭ થી રૂ.૩૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) એપેક્સ ફ્રોઝન ( ૨૫૭ ) :- પેકેજડ ફૂડસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૬૭ થી રૂ.૨૭૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) પાવર ગ્રીડ ( ૨૨૬ ) :- રૂ.૨૧૬ નો પ્રથમ તેમજ રૂ.૨૦૮ ના સ્ટોગ સપોર્ટથી ઇલેક્ટ્રિક યુટીલીટી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૪૪ થી રૂ.૨૫૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) કેપીઆઈટી ટેક્નોલોજી ( ૨૧૪ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૯૭ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૨૩ થી રૂ.૨૩૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ડેલ્ટા કોર્પ ( ૧૪૯ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૩૩ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૬૪ થી રૂ.૧૭૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) જેકે પેપર ( ૧૪૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેપર & પેપર પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૦ આસપાસ રોકાણકારે રૂ.૧૫૩ થી રૂ.૧૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૯૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૯૦૯ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ઇન્ટિગ્રેટેડ ઓઈલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૯૭૩ થી રૂ.૧૯૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ઓરબિંદો ફાર્મા ( ૧૦૧૧ ) :- આ સ્ટોક રૂ.૯૯૦ નો પ્રથમ તેમજ રૂ.૯૭૩ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૩૭ થી રૂ.૧૦૬૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) અદાણી પોર્ટ ( ૭૩૮ ) :- ૧૨૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૭૦૭ નો પ્રથમ તેમજ રૂ.૬૮૬ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૩ થી રૂ.૭૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) બાટા ઇન્ડિયા ( ૧૩૮૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૦૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૩૭૦ થી રૂ.૧૩૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૩૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) એચસીએલ ટેકનોલોજી ( ૯૧૨ ) :- રૂ.૯૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૪૭ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૮૯૮ થી રૂ.૮૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૯૬૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) એક્સિસ બેન્ક ( ૬૮૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૦૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૭૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૬૭૦ થી રૂ.૬૪૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૩૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) વેલ્સ્પુન ઇન્ડિયા ( ૯૩ ) :- ટેક્ષટાઇલ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૯ થી રૂ.૧૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૮૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) ઓમેક્સ લિમિટેડ  ( ૮૪ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે રિયલ્ટી સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૩ થી રૂ.૯૭ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) બોમ્બે ડાઈંગ ( ૭૮ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૦ નો પ્રથમ તેમજ રૂ.૬૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેક્ષટાઇલ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૮ થી રૂ.૯૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) વક્રાંગી લિમિટેડ ( ૫૧ ) :- રૂ.૪૪ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૫૬ થી રૂ.૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૬ ૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

શેરબજાર જોખમી તબક્કામાં…!! સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular