ઇઝરાયલ અને હમાસ વચ્ચે હજુ પણ સંઘર્ષ ચાલુ જ છે. યુદ્ધની શંકા વચ્ચે ઇઝરાયલે હમાસ પર એરસ્ટ્રાઈક કરતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. પરિસ્થતિ એટલી ગંભીર થઇ ગઈ છે કે પોતાનું જીવન બચાવવા ગાઝા પટ્ટીથી સુરક્ષિત જગ્યાએ પલાયન કરી રહ્યા છે. ઈઝરાયલ, પેલેસ્ટાઈનના કબજાવાળી ગાઝા પટ્ટી પર 600 એરસ્ટ્રાઈક કરી ચૂક્યા છે. આ હુમલામાં અત્યાર સુધી અનેક લોકોના મોત થયા છે. જેમાં 27 બાળકો પણ સામેલ છે.
ઇઝરાયલે ગઈકાલના રોજ ગાઝા પટ્ટી પર એરસ્ટ્રાઇક કરતા મોટું નુકશાન સર્જાયું હતું. અને તેનો વિરોધ કરનારને પણ ઇઝરાયલના સૈનિકોએ મોતને ઘાટ ઉતારી દીધા. ઇઝરાયલ દ્રારા કરવામાં આવેલા હુમલામાં અનેક નિર્દોષના જીવ ગયા છે. ત્યારે તેનું કહેવું છે કે આ હુમલો માત્ર આતંકીઓને જ નિશાન બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
પેલેસ્ટાઈનની ગાઝા પટ્ટીમાં ઈઝરાયલે સૌથી વધારે એર સ્ટ્રાઈક કરી છે. આવી જ એક એર સ્ટ્રાઈકમાં શાહરુક ટાવર ધ્વસ્ત થઈ ગયું છે. ઇઝરાયલની સેના ગાઝા તરફ આગળ વધી રહી છે. 9000થી વધુ સૈનિકો રોકેટ અને ટેન્ક તેમજ તોપો ગાઝા બોર્ડર પર તૈનાત થઇ ચુક્યા છે.
ઇઝરાયલ દ્રારા એરસ્ટ્રાઈક કરવામાં આવી છે તો હમાસ પણ અત્યાર સુધીમાં 1800 રોકેટ વડે હુમલો કરી ચુક્યું છે. જેના લીધે ઇઝરાયલના પણ અનેક વિસ્તારોમાં નુકશાન થયું છે.