ઉત્તર પ્રદેશના બરેલીથી એક દુખદ ઘટના સામે આવી છે. એમ નવપરણિત મહિલા જેના લગ્નને હજુ પાંચજ દિવસ થયા હતા તેનું વહેલી સવારે સ્નાન કરતી વખતે બાથરૂમમાં ગીઝર ફાટવાથી મૃત્યુ થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ સમગ્ર ઘટના બરેલીના મીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જ્યાં બાથરૂમમાં સ્નાન કરતી વખતે ગીઝર ફાટવાથી એક નવપરણિત મહિલાનો જીવ ગયો. ગીઝર ફાટતા જ લોકો ભેગા થઇ ગયા અને નવી દુલ્હનને હોસ્પિટલ લઇ ગયા પરંતુ ત્યાં સુધી તેણીનું મૃત્યુ નીપજ્યુ હતું. તેણીના માતા-પિતાને પણ આ અકસ્માતની માહિતી મળતા તેઓ પણ તેના સાસરીયે દોડી ગયા હતા.
બરેલીના દીપક ના લગ્ન 22 નવેમ્બરના રોજ બુલંદશહેરની રહેવાસી દામિની સાથે થયા હતા. 27 નવેમ્બરના રોજ દામિની રાબેતા મુજબ ન્હાવા માટે બાથરૂમમાં ગઈ હતી પરંતુ જાજા સમય સુધી તેણી બહાર ન આવતા પરિવારજનોનો શંકા ઈ ત્યારબાદ પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડ્યો તો અંદરનું દ્રશ્ય જોઇને તેઓ દંગ રહી ગયા હતા. ગીઝર બ્લાસ્ટને કારણે ઘાયલ દામિની મૃત હાલતમાં પડી હતી.
આ દ્રશ્ય જોઇને સમગ્ર પરિવાર ચોંકી ઉઠ્યો હતો અને કોઈપણ વિલંબ કર્યા વિના દામીનીને હોસ્પિટલ લઇ ગયા હતા. પરતું ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ પરિજનોએ પોલીસ ને સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને ત્યારબાદ પોલીએ મૃતદેહને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.