અજ્ઞાત હુમલાખોરોએ બુધવારે હરિયાણાના સોનીપતના હાલાલપુરમાં કુસ્તીબાજ નિશા અને તેના ભાઈની અજાણ્યા શખ્સોએ ગોળી મરીને હત્યા કરી નાખી. નિશાની માતાની હાલત ગંભીર છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અજાણ્યા શખ્સોએ નિશાના પરિવાર ઉપર અંધાધુંધ ગોળીબાર કરતાં ભાઈ બહેનના મૃત્યુથી અરેરાટી મચી ગઈ છે. ગોળીબારનું કારણ હજુ જાણી શકાયું નથી. હુમલાખોરોએ નિશા તેના ભાઈ સુરજ અને માતા પર અંધાધુંધ ફાયરીંગ કરતાં બન્ને ભાઈ બહેનના મૃત્યુ નીપજ્યા છે.
હરિયાણાના સોનીપતમાં રાષ્ટ્રીય સ્તરની રેસલર નિશા દહિયા અને તેના ભાઇ પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ખોટી અફવા ઉડી છે. જોકે, આ સમાચાર સોશિયલ મીડિયામાં વહેતા થયા બાદ નિશા દહિયાએ વીડિયો સંદેશ જારી કરી પોતે જીવતી હોવાનું જાણાવ્યું હતું.
નિશા દહિયાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો સંદેશ જારી કરી કહ્યું કે જે નિશા નામની વ્યક્તિનું મોત થયું છે તે હું નથી. જોકે, તેનું નામ પણ નિશા દહિયા જ છે. પણ હું તે નથી.