Wednesday, September 16, 2026
Homeરાજ્યહાલારખેતરે જતી વખતે પ્રૌઢને હૃદયરોગનો હુમલો

ખેતરે જતી વખતે પ્રૌઢને હૃદયરોગનો હુમલો

કાલાવડ-રણુજા રોડ ઉપર વાડીએ જતી વખતે પ્રૌઢને હૃદયરોગનો હુમલો આવતાં બેશુદ્ધ થઇ ઢળી પડતાં સારવારઅર્થે ખસેડાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કુંભનાથ પરા, વેલનાથ ચોકમાં વસવાટ કરતાં અને મજૂરીકામ કરતાં ગોપાલભાઇ જીવાભાઇ ઝીંઝુવાડિયા (ઉ.વ.48) નામના પ્રૌઢ ગઇકાલે કાલાવડ-રણુજા રોડ ઉપર આવેલ વાડીએ પાણીની મોટર ચાલુ કરી ખેતરમાં જતા હતા. દરમ્યાન હૃદયરોગનો હુમલો આવતાં બેશુદ્ધ થઇ ઢળી પડયા હતા. તેમને તાત્કાલિક સારવારઅર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે શૈલેષભાઇ જીવાભાઇ ઝીંઝુવાડિયાએ પોલીસને જાણ કરતા કાલાવડના એએસઆઇ વી. ડી. ઝાપડિયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular