Tuesday, September 15, 2026
Homeરાજ્યહાલારખંભાળિયાના દખણાદાબારા ગામે જુગારના અખાડા પર એલસીબી ત્રાટકી

ખંભાળિયાના દખણાદાબારા ગામે જુગારના અખાડા પર એલસીબી ત્રાટકી

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે ગતરાત્રે બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના દખણાદા બારા ગામની સીમમાં એક આસામી દ્વારા ચલાવાતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરી, 17 શખ્સોને રૂપિયા 5.82 લાખની રકમ સહિત કુલ રૂ. 18.42 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.

- Advertisement -

આ જુગાર દરોડાની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન. એચ. જોશીના વડપણ હેઠળ એલસીબી પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને એમ.આર. સવસેટાની ટીમ દ્વારા ગતરાત્રે નાઈટ પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન ખંભાળિયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ડાડુભાઈ જોગલ, કિશોરભાઈ નંદાણીયા અને ખીમાભાઈ કરમુરને મળેલી બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના દખણાદા બારા ગામે રહેતા અનોપસિંહ બચુભા જાડેજા નામના શખ્સ દ્વારા તેની આ ગામમાં આથમણી પીપરવાડી સીમ વિસ્તારમાં આવેલી પોતાના કબ્જા ભોગવટાની વાડીએ આવેલા મકાનમાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી અને તેઓને લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી, તેના બદલામાં નાલ ઉઘરાવી રમાડતા જુગાર પર એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન પોલીસે અનોપસિંહ બચુભાઈ જાડેજા, સુરૂભા રૂપસંગ જાડેજા, જયેન્દ્રસિંહ ખીમાજી સોઢા, મહાવીરસિંહ જયેન્દ્રસિંહ વાઢેર, શૈલેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ ઉર્ફે વિરેન્દ્રસિંહ જામભા જાડેજા, નારૂભા મનુભા જાડેજા, જશુભા જોરૂભા જાડેજા, કરણજી વિભાજી જાડેજા, બળદેવસિંહ રવુભા જાડેજા, નિર્મળસિંહ પ્રવીણસિંહ જાડેજા, રાજભા કલુભા જાડેજા, અનિરુદ્ધસિંહ હેમતસિંહ ચુડાસમા, નરેન્દ્રસિંહ ભીખુભા પરમાર, પ્રતાપસિંહ પંચાણજી જાડેજા, વિક્રમસિંહ જીવુભા જાડેજા અને ભરતસિંહ રવુભા જાડેજા નામના 17 શખ્સોને ઝડપી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 5,81,900ની રોકડ રકમ તથા રૂપિયા 1,60,000ની કિંમતના 17 નંગ મોબાઈલ ફોન, રૂ. 10,00,000ની કિંમતની એક મોટરકાર અને રૂપિયા એક લાખની કિંમતના ચાર મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 18,41,900નો મુદ્દામાલ કબજે કરી, આ સમગ્ર પ્રકરણ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોષી, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા, એસ.વી. કાંબલિયા, કિશોરભાઈ નંદાણિયા, અરજણભાઈ મારુ, ડાડુભાઈ જોગલ, દીપકભાઈ રાવલિયા, સહદેવસિંહ જાડેજા, નરસિંહભાઈ સોનગરા, ખીમાભાઈ કરમુર, લાખાભાઈ પિંડારિયા અને ગોવિંદભાઈ કરમુર દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular