Saturday, April 20, 2024
Homeરાજ્યગુજરાતરાજયમાં આ તારીખથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજયમાં આ તારીખથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

- Advertisement -

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે ખેડૂતો આતુરતાથી મેઘરાજાના આગમનની રાહ જોઈ રહ્યા છે. પરતું ક્યાય નોંધપાત્ર વરસાદ થઇ રહ્યો નથી, પરિણામે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે મોટાભાગના જીલ્લાઓમાં ગુરુવારથી શનિવાર સુધી વરસાદ પડી શકે છે.

- Advertisement -

હવામાન વિભાગની આગાહી અુસાર બંગાળની ખાડી પર આજથી એક લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. જે હવે પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. જેને લીધે ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું  આગમન થશે. આજથી એટલે કે 17 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદ થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે 18-20 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. 17 ઓગસ્ટથી રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તો 18-20 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગુરૂવારે નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં ભારે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ અને ખેડામાં મધ્યમ વરસાદ વરસી શકે છે.જ્યારે શુક્રવારે ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં ભારે વરસાદ વરસી શકે છે. શનિવારે ભરૂચ, સુરત, વલસાડ, તાપીમાં ભારે, તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ વરસી શકે છે.

- Advertisement -

સમગ્ર ગુજરાતમાં 46 ટકા વરસાદની ઘટ હોવાનું સરકારે પણ સ્વીકાર્યું છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સીઝનનો 34.11 ટકા વરસાદ નોંધાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular