Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરજામજોધપુર તાલુકાનું મેલાણ ગામ બન્યું સંપર્ક વિહોણું

જામજોધપુર તાલુકાનું મેલાણ ગામ બન્યું સંપર્ક વિહોણું

- Advertisement -

જામજોધપુર તાલુકામાં છેલ્લા છ-સાત દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક રોડ-રસ્તાઓને નુકસાન થયું છે. ત્યારે જામજોધપુરથી સાત કિલોમીટરના અંતરે આવેલા મેલાણ ગામના લોકોને ઇમરજન્સી સમયે બહારગામ જવા-આવવા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વેણુ નદી ઉપર આવેલો જામજોધપુર નગરપાલિકાના કૂવા પાસેના મોટા ચેકડેમનો પારો તૂટી જવાથી સીમ વિસ્તારનો રસ્તો પણ બંધ થયો છે અને આ ચેકડેમ ખેડૂત કલ્પેન્દ્રસિંહ ચુડાસમાની વાડી પાસે હોય, જેથી આ ખેડૂત ખાતેદારને ચેકડેમનો પાળો તૂટવાથી વાડીમાં પાણીના પ્રચંડ પ્રવાહથી ઉભા પાકને ખૂબ મોટુ નુકસાન થવા પામ્યું છે

- Advertisement -

જો આ ચેકડેમ વ્હેલી તકે રિપેર કરવામાં નહીં આવે તો ચેકડેમનું બધું જ પાણી વહી જવાથી અસંખ્ય ખેડૂતોને આવતા સમયમાં પાણીની કટોકટી સર્જાઇ શકે છે અને હાલમાં આ ચેકડેમના પ્રવાહથી ગામના લોકોને પોતાના ખેતરવાડીમાં જવા માટેના એકમાત્ર રસ્તાનું ધોવાણ થયું છે. હાલની પરિસ્થિતિ થાળે પડતાં વહેલી તકે આ ચેકડેમ રિપેર કરવા રાષ્ટ્રીય માનવાધિકાર સુરક્ષા સમિતિ જામનગર જિલ્લા સચિવ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular