Saturday, September 12, 2026
Homeરાજ્યહાલારપતિએ વાતચીત કરવાની ના પાડતા દ્વારકાની પરિણીતાની આત્મહત્યા

પતિએ વાતચીત કરવાની ના પાડતા દ્વારકાની પરિણીતાની આત્મહત્યા

દ્વારકાની પરિણીતાને પતિએ વાતચીત કરવાની ના પાડતા એસિડ ગટગટાવી લેતાં સારવાર અર્થે ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતી અને માંડણભા જેઠાભા સુમણીયાની પરિણીત પુત્રી ધીબાઈ નંઢાભા ઉદુભા માણેક (ઉ.વ.27) નામની પરિણીતા એ પોતાના ઘરે ટોયલેટમાં જઈને એસિડની બોટલમાંથી પોતાના હાથે એસિડ પી લેતા તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

મૃતક ધીબાઈ માણેકને તેમના પતિ સાથે કોઈ બાબતે વાતચીત કરવી હોય, પરંતુ તેણીના પતિ કામ કરવાના લીધે થાકી ગયેલા હોવાથી તેમણે વાતો કરવાની ના કહી હતી અને સૂઈ ગયા હતા. જે બાબતે તેણીને ખોટું લાગતા આ પગલું ભર્યું હોવાની જાણ મૃતકના માતા સીતાબેન માંડણભા સુમણીયાએ દ્વારકા પોલીસને કરી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular