Wednesday, April 14, 2021
Homeરાષ્ટ્રીયમનસુખની હત્યા ક્રાઇમ બ્રાન્ચના વડાએ કર્યાનો મૃતકની પત્નીનો દાવો !

મનસુખની હત્યા ક્રાઇમ બ્રાન્ચના વડાએ કર્યાનો મૃતકની પત્નીનો દાવો !

- Advertisement -

મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર મળેલી સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેનના મોતના મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા હતા. મનસુખના મોતને કાવતરું ગણાવીને પૂર્વ મુખ્યમંત્રીએ તેમની પત્ની વિમલા હિરેનની ફરિયાદની કોપી વિધાનસભામાં વાંચી હતી.

- Advertisement -

પૂર્વ મુખ્યમંત્રીએ ફરિયાદની કોપીના આધારે જણાવ્યું હતું કે ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના હેડ સચિન વઝેએ મનસુખની કારનો ચાર મહિના પહેલાં ઉપયોગ કર્યો હતો. તેઓ મનસુખને ઘણીવાર મળ્યા પણ હતા. વઝેએ કાવતરું ઘડીને મનસુખની હત્યા કરી છે. ફડણવીસે સચિનની ધરપકડ કરવાની માગણી કરી હતી. ફડણવીસના નિવેદન પછી ગૃહમાં હોબાળો થઈ ગયો હતો.

મનસુખ હિરેનનો મૃતદેહ 6 માર્ચે થાણેની ખાડીમાંથી શંકાસ્પદ રીતે મળી આવ્યો હતો. તેના મોઢા ઉપર 5 રુમાલ બાંધેલા હતા. પરિવારે પણ આત્મહત્યાની થિયરી નકારી દીધી છે અને એને હત્યા ગણીને તપાસ કરવાની માગણી કરી છે. વિપક્ષી પાર્ટી ભાજપે કેસની તપાસ NIA પાસે કરાવવાની માગણી કરી છે. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે કેસની તપાસ મહારાષ્ટ્ર એટીએસને સોંપી છે.

- Advertisement -

વિમલા હિરેને કહ્યું હતું કે તેમના પતિનું મર્ડર સચિન વઝેએ કર્યું છે. મનસુખની પત્નીએ એવો પણ સવાલ ઊભો કર્યો છે તે રાત્રે ઘરથી 40 કિમી દૂર કેમ ગયા હતા. ફડણવીસે ગૃહમાં એવું પણ કહ્યું હતું કે વર્ષ 2017માં ખંડણીકેસમાં પણ સચિન વઝે અને શિવસેનાનેતા ધનંજય ગાવડે આરોપી હતા. મનસુખનું લાસ્ટ મોબાઈલ લોકેશન ગાવડેની ઓફિસ પાસે જ મળ્યું છે.

મનસુખની પત્નીએ કહ્યું હતું કે સચિન વઝે ઈચ્છતા હતા કે મનસુખ સ્કોર્પિયો કેસમાં આરોપી બની જાય. તેમણે મનસુખને કહ્યું હતું કે તેઓ પછી તેને જામીન અપાવી દેશે. દેવેન્દ્ર ફડણવીસે સવાલ ઊભો કર્યો છે કે હજી પણ સચિન વઝેની ધરપકડ કરવામાં કેમ નથી આવી? તેમની વિરુદ્ધ ઘણા પુરાવા હતા. કલમ 201 અંતર્ગત તેમની ધરપકડ કરવી જોઈએ.

- Advertisement -

ફડણવીસે વિધાનસભામાં હિરેનની પત્નીની ફરિયાદ કોપી વાંચતાં કહ્યું હતું કે 26 ફેબ્રુઆરી 2021ના રોજ મારા પતિ પૂછપરછ માટે સચિન વઝે સાથે ક્રાઈમ બ્રાન્ચ ગયા હતા. ત્યારે તેઓ રાત્રે 10.30 વાગે આવ્યા. તેઓ આખો દિવસ સચિન વઝેની સાથે જ રહ્યા હતા. 27 ફેબ્રુઆરીએ મારા પતિ ફરી એકવાર ક્રાઈમ બ્રાન્ચ ઓફિસે ગયા અને રાત્રે 10.30 વાગે પરત આવ્યા. ત્યાર પછી 28 ફેબ્રુઆરીએ ફરી તેઓ સચિન વઝે સાથે ગયા અને પોતાનું નિવેદન લખાવ્યું હતું. ઘરે આવીને તેમણે નિવેદનની કોપી પણ બતાવી હતી, જેમાં સચિન વઝેની સાઈન હતી. એનો એર્થ એવો થયો કે બીજા કોઈએ પૂછપરછ નથી કરી. તેઓ ત્રણ દિવસ સળંગ સચિન વઝેની સાથે જ હતા.

હિરેનની પત્નીએ આગળ લખ્યું છે કે 2 માર્ચે ઘરે આવ્યા પછી તેના પતિ સચિન વઝેની સાથે જ થાણેના ઘરેથી મુંબઈ ગયા હતા અને તેમના કહેવાથી જ વકીલ ગિરિના માધ્યમથી તેમણે પોલીસ અને મીડિયા દ્વારા વાંરવાર પૂછપરછ થતી હોવાની ફરિયાદ કરી હતી.

ત્યાર પછી પત્નીએ ફરિયાદમાં લખ્યું છે કે સમગ્ર સ્થિતિને ધ્યાનમાં રાખીને મને શંકા છે કે મારા પતિની હત્યા સચિન વઝેએ જ કરી છે. આટલું બધું થયા પછી પણ સચિન વઝેની ધરપકડ કેમ કરવામાં નથી આવતી, એવો સવાલ દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં પૂછ્યો હતો.

મહારાષ્ટ્રની એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ સતત મનસુખ કેસની તપાસમાં લાગેલી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહારાષ્ટ્ર ATSની ટીમે સચિન વઝેનું નિવેદન પણ મોડી રાતે દાખલ કર્યું હતું. અંબાણીના ઘરની પાસે 6 ફેબ્રુઆરીએ એક સ્કોર્પિયો ગાડી જપ્ત કરાઈ હતી, જેમાં 20 જિલેટીનની સ્ટિક્સ હતી. ત્યાર પછી 5મી માર્ચના રોજ આ ગાડીના માલિક મનસુખનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના મોં પર 5 રૂમાલ બાંધવામાં આવ્યા હતા. મૃતકના પરિવારવાળા અને પડોશીઓના કહેવા પ્રમાણે, હિરેન ખુશમિજાજ સ્વભાવવાળા માણસ હતા. તેઓ ક્યારેય પણ આત્મહત્યા જેવું ગંભીર પગલું ઉઠાવી શકે એમ નહોતા. તેઓ તો સોસાયટીમાં બાળકોને સ્વિમિંગ પણ શીખવતા હતા, એવામાં ડૂબી જવાથી તેમનું મોત નીપજે એ સવાલ જ ઊભો થતો નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular