Monday, August 17, 2026
Homeરાજ્યજામનગરપાંચ લાખની ઉઘરાણી મામલે યુવાનના ટાંટીયા ભાંગી નાખ્યા

પાંચ લાખની ઉઘરાણી મામલે યુવાનના ટાંટીયા ભાંગી નાખ્યા

જામનગર શહેરના રામેશ્વરનગરમાં રહેતાં યુવાને એક વર્ષ પહેલાં પાંચ લાખ રૂપિયા ઉછીના લીધા હતાં. જે રકમ અવાર-નવાર પરત માંગવા છતાં ન આપતા મનદુ:ખ રાખી બે ભાઈઓ સહિતના ચાર શખ્સોએ યુવાન ઉપર છરી-પાઈપ અને ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગાયત્રીનગર શેરી નંબર-3 રામેશ્વરનગરમાં રહેતાં જયપાલસિંહ વિક્રમસિંહ ચુડાસમા (ઉ.વ.42) નામના ડ્રાઈવિંગ કરતા યુવાને એક વર્ષ પહેલાં મહિપાલસિંહ આશિષસિંહ રાણા પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા હતા અને આ પાંચ લાખની ઉઘરાણી અવાર-નવાર કરવા છતાં જયપાલસિંહ પૈસા આપતા ન હતાં. આ બાબતનું મનદુ:ખ રાખી ગત તા. 13ના બપોરના સમયે મહિપાલસિંહ રાણા, વિક્રમસિંહ આશિષસિંહ રાણા અને બે અજાણ્યા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી છરી-પાઈપ અને લાકડાના ધોકા સહિતના ઘાતક હથિયારો સાથે પગ કાપી નાખવા આડેધડ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પીએસઆઈ જે.એસ. ગોવાણી દ્વારા જયપાલસિંહના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular