જામનગર તાલુકાના સીક્કા ગામમાં કારાભુંગા વિસ્તારમાં પસાર થવાની બાબતે ત્રણ બહેનો અને ભાઈ સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી યુવાન ઉપર લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં દિગ્વીજય ગ્રામ કારાભુંગા વિસ્તારમાં રહેતાં દિપકભાઈ કેશુભાઈ ચૌહાણ (ઉ.વ.36) નામના મજૂરી કામ કરતા યુવાનનું મકાન ગોવિંદ ભીમાની ચાલીમાં છેલ્લે આવેલું હોવાથી યુવાન કામ સબબ અવાર-નવાર ચાલીમાંથી બજારમાં આવતો-જતો હતો ત્યારે દિપક તેના કાકા દિનેશભાઈના ઘરે જતો હતો તે સમયે પુષ્પાબેન વાલજીભાઈ ચૌહાણ, જ્યોત્સનાબેન વાલજીભાઈ ચૌહાણ, માતા ખીમીબેન વાલજીભાઈ ચૌહાણ અને સુરેશ વાલજીભાઈ ચૌહાણ નામના માતા, પુત્ર અને બે પુત્રી સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી દિપકને આંતરીને જેમ ફાવે તેમ ગાળો કાઢી લાકડાના ધોકા વડે માર માર્યો હતો તેમજ આડેધડ ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા દિપકભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં હેકો જે.ડી. મેર તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


