લાલપુર તાલુકાના મેમાણા ગામમાં રહેતી મહિલા પરિણીત હોવા છતાં મુંગણીના શખ્સે ઘરમાં પ્રવેશ કરી મહિલાના પતિ ઉપર હુમલો કરી મહિલાને ભગાડી જઇ પતિને મારી નાખવાની ધમકી આપી હતી.

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મેમાણા ગામમાં રહેતા અને ખેતી કરતા યુવરાજસિંહ નાનભા જાડેજા (ઉ.વ.40) નામના યુવાનના ઘરે ગત શનિવારે મધ્યરાત્રિના સમયે મુંગણીમાં રહેતો ભગીરથસિંહ ઉર્ફે લાલો દિલુભા જાડેજા નામનો શખ્સ ઘરે આવ્યો હતો અને યુવાનની પત્ની કનકબા પરિણીત હોવાનું જાણતો હોવા છતાં યુવરાજસિંહ ઉપર હુમલો કરી ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી અને જેમ ફાવે તેમ ગાળો કાઢી પતાવી દેવાની ધમકી પણ આપી હતી. પતિ ઉપર હુમલો કરી ધમકી આપી પત્નીને ભગાડી લઇ ગયો હતો. ત્યારબાદ ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ કરાતા હેકો એસ.પી. જાડેજા તથા સ્ટાફે યુવરાજસિંહના નિવેદનના આધારે ભગીરથસિંહ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.