Homeવિડિઓકૌભાંડી ભરત બીજા વર્ષે પણ બનાવટી ઘી બનાવતા ઝડપાયો - VIDEO

કૌભાંડી ભરત બીજા વર્ષે પણ બનાવટી ઘી બનાવતા ઝડપાયો – VIDEO

વર્ષ 2025માં ઘીમાં પામોલીન રીફાઇન્ડનો ઉપયોગ : ક્રિષ્ના ટ્રેડિંગનું લાયસન્સ રદ્ : 2026માં રવાણી ખીજડિયામાંથી ભરતની બનાવટી ઘીની ફેકટરી ઝડપાઇ

વર્ષ 2025માં ધ્રોલમાં આવેલી એક પેઢીમાં ગાંધીનગરની ટીમે રેઇડ દરમ્યાન તપાસ હાથ ધરતાં ઘીમાં ખાસ પ્રકારના રિફાઇન્ડ પામતેલનો ઉપયોગ કરાતો હોવાનું ખુલતાં પેઢીનું લાયસન્સ રદ્ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના એક વર્ષ બાદ ફરીથી આ પેઢીના જ સંચાલક દ્વારા રવાણી ખીજડિયામાં બનાવટી ઘી બનાવવાની ફેકટરીના સ્થળે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તથા પોલીસે સંયુક્ત ઓપરેશનમાં 932 લીટર બનાવટી ઘી કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવટી ઘી બનાવવાની ફેકટરી પર દરોડાની વિગત મુજબ જામનગર જિલ્લાના રવાણી ખીજડિયા ગામની સીમમાં આવેલી ભરત દેસા ખીમસૂર્યા અને મનસુખ દેશા ખીમસૂર્યા નામના ભાઇઓની વાડીમાં બનાવટી ઘી બનાવવાનું કારસ્તાન ચાલતું હોવાની હે.કો. જયદીપસિંહ જાડેજા, હરદેવસિંહ ઝાલા, ચેતનભાઇ ઘાઘરેટિયા, એએસઆઇ નિર્મળસિંહ જાડેજા, પો.કો. કમલેશભાઇ ખીમાણિયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ડીવાયએસપી પીયૂષ વાંદાના માર્ગદર્શન હેઠળ પીઆઇ આઇ.એ.ધાસુરા, એએસઆઇ નિર્મળસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, હે.કો. ચેતનભાઇ ઘાઘરેટિયા,જયદીપસિંહ જાડેજા, હરદેવસિંહ ઝાલા, પો.કો. કમલેશભાઇ ખીમાણિયા, દિગ્વીજયસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ કરી હતી. રેઇડ દરમ્યાન પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ સ્થળ પર તપાસતા વાડીમાં મશીનથી બનાવટી ઘી બનાવવાનું કામ ચાલુ હતું. તે સ્થળે ફૂડ વિભાગના ડો. આર. જે. કોટડિયા તથા સ્ટાફે સ્થળ પર રહેલો ઘીનો જથ્થો તપાસતા આ ઘી બનાવટી હોવાનું જણાતા પોલીસે સ્થળ પરથી રૂપિયા 5,70,800ની કિંમતનો 932 લીટર બનાવટી ઘીનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ KT Bandhan cows pure ghee ના સ્ટીકર લગાડેલા 200 એમએલના 2160 નંગ ડબ્બા કબ્જે કરી 500 લીટર બનાવટી ઘીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ બનાવટઠી ઘીની ફેકટરી સંદર્ભે પંચ ‘એ’ પોલીસે મનસુખ દેશા ખીમસૂર્યાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ઉલ્લેખનિય અને આશ્ર્ચર્યજનક બાબત એ છે કે, રવાણી ખીજડિયામાં ઝડપાયેલી બનાવટી ઘી બનાવવાની ફેકટરી ભરત દેસા ખીમસૂર્યા અને મનસુખ દેશા ખીમસૂર્યા નામના બે ભાઇઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ સપ્ટેમ્બર 2025માં ધ્રોલ ગામમાં ઘીનું ઉત્પાદન કરતી ક્રિષ્ના ટ્રેડિંગ કંપનીમાં તપાસ દરમ્યાન સ્થળ પરથી ઘીમાં સોયાબિન અને વનસ્પતિનું ભેળસેળ કરાતા રંગે હાથ ઝડપી લીધા હતા. વેપારી ભરત ખીમસૂર્યાની હાજરીમાં ઘીના બે, વનસ્પતિનો એક અને સોયાબિનના તેલના એક એમ કુલ ચાર નમુના ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. રૂા. 5.8 લાખની કિંમતનો બે ટન જેટલો ખાદ્ય પદાર્થ સીઝ કરી ક્રિષ્ના ટ્રેડિંગ કંપનીનું લાયસન્સ રદ્ કરવામાં આવ્યું હતું. એક વર્ષ પહેલાં આ દરોડો રાજ્ય ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ.જી.કોશિયા તથા તેમની ટીમ દ્વારા રાજ્યના જુદા જુદા સ્થળે દરોડા પાડી ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમાં પણ ખાસ કરીને ઘીમાં ખાસ પ્રકારનું રિફાઇન્ડ પામતેલનો ઉપયોગ કરાતું હોવાનું ખુલ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular