જામનગર શહેરમાં ગુલાબનગર સાંઢીયા પુલ નીચેથી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે 1 કિલો 750 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને દબોચી લઇ પુછપરછ દરમિયાન અમદાવાદના શખ્સની સંડોવણી ખુલતા બે શખ્સોએ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુલાબનગર સાંઢીયા પુલ નીચે ગાંજાના જથ્થાનું વેંચાણ કરાતું હોવાની બાતમીના આધારે પીઆઇ પી પી ઝા તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ગાંજાનું વેંચાણ કરવા આવેલા હિરેન ગોપાલ નકુમ (રહે. ગુલાબનગર) નામના શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.17050 ની કિંમતનો 1 કિલો 750 ગ્રામ ગાંજાનો જથ્થો અને રૂા.5000 ની કિંમતનો મોબાઇલ ફોન મળી આવતા પોલીસે રૂા.22050 ના મુદ્દામાલ સાથે હિરેનની ધરપકડ કરી હતી અને પૂછપરછ હાથ ધરતા આ ગાંજાનો જથ્થો અમદાવાદના ચાંદખેડામાં રહેતાં શુભ જોશી પાસેથી વેંચાણ માટે ખરીદીને લઇ આવ્યો હોવાની કેફિયત આપતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી અમદાવાદના શખ્સની શોધખોળ આરંભી હતી.