Monday, October 7, 2024
Homeરાજ્યજામનગરલોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાચિનતમ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સરગમ નવરાત્રિ મહોત્સવ

લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાચિનતમ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સરગમ નવરાત્રિ મહોત્સવ

તા. 3 થી 12 ઓકટોબર સુધી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજન : શહેરીજનો વિનામૂલ્યે નિહાળી શકશે : રપ થી વધુ પ્રાઇવેટ સિકયુરિટી, 15 થી વધુ સ્વયંમ સેવકો તથા સીસીટીવી કેમેરાથી સજજ કાર્યક્રમો : 32થી વધુ રાસ-ગરબા રજુ કરશે બાળાઓ

- Advertisement -

જામનગર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 3થી 12 ઓકટોબર સુધી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરીજનો વિનામૂલ્યે આ રાસગરબા નિહાળી શકશે. ગઇકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં આયોજકો દ્વારા સમગ્ર આયોજન અંગ વિગતો આપી હતી.

- Advertisement -

યુવાનો/યુવતિઓમાં વ્યકિત વિકાસ તથા વ્યકિતત્વ વિકાસ માટે પ્રયત્નશીલ સંસ્થા એટલે લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર વર્ષ દરમ્યાન તાલીમ વર્ગો, શિબિરો, વિવિધ ઉત્સવોનું આયોજન મેડિકલ કેમ્પ સહિતના આયોજનો જેવી સેવાકિય પ્રવૃતિઓ કરે છે. આ ઉપરાંત આ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે અંતિમ રથની સેવા પણ કાર્યરત છે. આ બધી જ પ્રવૃતિઓના કેન્દ્રમાં વ્યકિત વિકાસ સમાજ સેવાથી સાથે -સાથે આપણા બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસામાં જતન પણ મુખ્ય ધ્યેય હોય જેને ધ્યાને લઇ ગુજરાતની આગવી ઓળખ સમાન રાસગરબાના ભવ્ય વારસાના જતન માટે છેલ્લા ઘણા વર્ષોથી સરગમ નવરાત્રિ મહોત્સવનુ આયોજન ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રાચિન-અર્વાચીન પરંપરા અનુસાર 160 જેટલી જગદંબા સ્વરૂપ દિકરીઓ માઁ ની આરાધના કરે છે.

આ વર્ષે પણ લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 3 થી 12 ઓકટોબર સુધી રાત્રે 8-30 થી 12 વાગ્યા સુધી પ્રદર્શન ગ્રાઉન્ડ સાત રસ્તા પાલે જામનગર ખાતે સરગમ નવરાત્રિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 60 X 60 ફુટના વિશાળ સ્ટેજ પર 160 જેટલી દિકરીઓ વિવિધ રાસગરબા રજુ કરશે. સમગ્ર એરેનાની વ્યવસ્થા માટે રપ થી વધુ પ્રાઇવેટ સિકયુરીટી ઉપરાંત 15 થી વધુ સ્વયંમ સેવક ભાઇ-બહેનો ખડેપગે રહેશે. નવરાત્રિ દરમ્યાન ગ્રાઉન્ડ ઉપર મેડિકલ ટીમ પણ સજજ રહેશે. આ ઉપરાંત ફાયરના સાધનો સહિતની સુરક્ષાની પણ તકેદારી રૂપે વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. સમગ્ર એરેનાને 10થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા સુજજ કરવામાં આવ્યું છે. જેથી સુરક્ષાની પણ પુરતી વ્યવસ્થા જાળવી શકાય.

- Advertisement -

આ નવરાત્રિ મહોત્સવ શહેરીજનો વિનામૂલ્યે નિહાળી શકશે. તેમજ આ સ્થળ ઉપર આયોજકો દ્વારા 54 X 14 ફુટની વિશાળ એલઇડી સ્ક્રીન પણ રાખવામાં આવી છે. જેના ઉપર ગરબાઓનું લાઇવ પ્રસારણ પણ કરવામાં આવશે. જેના થકી દિકરીઓને વિવિધ થીમ સાથે ગરબે ઘૂમતી નિહાળી શકાશે. તેમજ જય કેબલ દ્વારા આ નવરાત્રિ મહોત્સવનું લાઇવ પ્રસારણ પણ કરવામાં આવશે. શહેરીજનો ઉપરાંત કોઇપણ વ્યકિત અન્ય શહેરોમાં કે વિદેશમાં હોય તો પણ ઇન્ટરનેટના માધ્યમથી www.jaycable.com સાઇટ પર જઇને પણ આ નવરાત્રિ મહોત્સવને લાઇવ નિહાળી શકશે. તેમજ મહોત્સવમાં આવનાર શહેરીજનો માટે પાર્કિંગની વિનામૂલ્યે સુવિધા પૂરી પાડવામાં આવશે નવરાત્રિ દરમ્યાન 6 થી 7 હજાર લોકો બેસી નવરાત્રિ મહોત્સવ માણી શકે તે માટેની સુંદર વ્યવસ્થા તેમજ શહેરના સંતો મહંતો, રાજકીય અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ ડૉકટરો, દાતાઓ આમંત્રિત મહેમાનો, પત્રકારો માટે પણ બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સરગમ નવરાત્રિ મહોત્સવ 2024ને સફળ બનાવવા લોટસ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભરતભાઇ ઢોલરિયા, શેલેષભાઇ પટેલ, બિપીનભાઇ સોરઠિયા, જમનભાઇ બાબિયા, સંજયભાઇ સુદાણી, અરવિંદભા કોડિનારિયા, હેમતભાઇ દોમડિયા તેમજ નવરાત્રિ ક્ધવીનર તરીકે રાજનભાઇ મુંગરા, કિશોરભાઇ સંઘાણી, રાજેશભાઇ મુંગરા, વિનોદભાઇ દોમડિયા, નયનભાઇ સોરઠિયા, ધિરેનભાઇ સાવલીયા તથા વિવિધ વ્યવસ્થા કમિટીના ચેરમેન તથા ટીમો જહેમત ઉઠાવી રહી છે.

- Advertisement -

છેલ્લા બે માસથી પ્રેકટીસ કરતી 160 જેટલી બાળાઓ

સરગમ નવરાત્રિ મહોત્સવ માટે 160 જેટલી બાળાઓ છેલ્લા બે માસથી વધુ સમયથી પ્રેકટિસ કરી રહી છે. 160 બાળાઓને પાંચ ગુ્રપમાં વિભાજીત કરવામાં આવી છે. આ બાળાઓ ડાકલા પેરોડી, હૈયે રાખી હેમ, શિવ સ્તુતિ, રામ મેડિલી, ક્રિષ્ના મેડલી, મહાકાલી, સુરત શહેરની છોરી…જેવા વિવિધ 32થી વધુ રાસ ગરબાઓ તૈયાર કરવામાં આવ્યા છે. વૈશાલી સંઘવી અને તેની ટીમ, લાજેશ પંડયા, દર્શન પંડયા અને તેમની ટીમ દ્વારા નવરાત્રિ મહોત્સવ માટે કોરિયોગ્રાફી કરી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular