Saturday, May 9, 2026
Homeરાજ્યજામનગરરહેણાંક મકાનમાંથી લાખોની ચોરી આચરનાર સરદારજીને દબોચી લેતી એલસીબી પોલીસ - VIDEO

રહેણાંક મકાનમાંથી લાખોની ચોરી આચરનાર સરદારજીને દબોચી લેતી એલસીબી પોલીસ – VIDEO

બે સપ્તાહ પૂર્વે તિજોરીનું લોક ખોલવા માટે સરદારજીને બોલાવ્યો : મહિલાને તેલ લેવા મોકલી માલમત્તા ઉસેડી ગયા : એલસીબીએ તસ્કરને ચોરાઉ મુદામાલ સાથે દબોચ્યો

ધ્રોલ ગામમાં વાણિયા ચોક વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં થયેલી રોકડ અને દાગીનાની ચોરીના બનાવમાં એલસીબીની ટીમએ લોક રિપેર કરવા આવેલા તસ્કરને દબોચી લઇ રૂા. 4.57 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ ચોરીના બનાવની વિગત મુજબ ધ્રોલ ગામના વાણિયા ચોકમાં વિસ્તારમાં જાનીબેન ભલાભાઇ ભુડિયા (ઉ.વ. 51) નામના પ્રૌઢાએ ગત્ તા. 24ના રોજ તેના ઘરે કબાટની તિજોરીનું લોક ખરાબ થઇ જતાં રીપેર કરવા માટે સરદારજીને બોલાવ્યા હતા. તે દરમ્યાન મહિલાને તેલ લેવા મોકલી સરદારજીએ તીજોરીમાં રહેલો રૂા. 50 હજારની કિંમતનો સોનાનો હાર, રૂા. 40 હજારની કિંમતનું ગળામાં પહેરવાનું સોનાનું પેન્ડલ, રૂા. 30 હજારની કિંમતના પગમાં પહેરવાના સોનાના સાંકળા, રૂા. 16 હજારની કિંમતનું હાથમાં પહેરવાનું ચાંદીનું કડું મળી કુલ રૂા. 4,36,000ના સોના-ચાંદીના દાગીના લઇ રફૂચક્કર થઇ ગયો હતો. આ બનાવની જાનીબેન દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન એલસીબીના અજયભાઇ વીરડા, ભયપાલસિંહ જાડેજા, સુમિતભાઇ શિયારને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી.

- Advertisement -

પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે ગોઠેવેલી વોચ દરમ્યાન આરોપી નાનકસિંગ ઇન્દરસિંગ અભેસિંગ ચાવલા (ઉ.વ.28) (ધંધો તાળા-ચાવી બનાવવાનો) (રહે. રાજગઢ ગામ, મધ્યપ્રદેશ) નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી એલસીબીની ટીમએ રૂા. 3,50,000ની કિંમતનો 51.850 મિલીગ્રામ વજનનો સોનાનો હાર, રૂા. 40 હજારની કિંમતનું 11 ગ્રામ વજનનું સોનાનું પેન્ડલ, રૂા. 30 હજારની કિંમતના 297 ગ્રામ વજનના ચાંદીના સાંકળા, રૂા. 16 હજારની કિંમતનો 109 ગ્રામ વજનનું ચાંદીનો કંદોરો, રૂા. 16 હજારની કિંમતનું 250 ગ્રામ વજનનું ચાંદીનું કડું અને રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા. 4,57,000નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં નાનકસિંગ વિરૂદ્ધ મધ્યપ્રદેશના રતલામના જાવરા, ખરગોનના મેઇનગોન અને જાંબવાના કાલીદેવી પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનાઓ નોંધાયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular