Thursday, May 6, 2021
Homeઆંતરરાષ્ટ્રીયચીનના વુહાનથી જ વિશ્વભરમાં ફેલાયો કિલર કોરોના : WHO

ચીનના વુહાનથી જ વિશ્વભરમાં ફેલાયો કિલર કોરોના : WHO

- Advertisement -

વૈશ્વિક કોરોના મહામારીના જડ સુધી પહોંચવા માટે તપાસ અર્થે ચીનના વુહાન શહેર પહોંચેલી વિશ્ર્વ સ્વાસ્થ સંગઠનની ટીમે મહત્વનો ખુલાસો કર્યો છે. WHOની ટીમનું કહેવુ છે કે, આ વાતના સ્પષ્ટ પૂરાવા મળ્યા છે કે, ચીનના વુહાનમાં સ્થિત મિટ માર્કેટથી જ કોરોના વાયરસ બહારની દુનિયામાં ફેલાયો હતો.

- Advertisement -

વિશ્ર્વ સ્વાસ્થ સંગઠનના બેન એમ્બાર્કનું કહેવુ હતું કે ટીમને ડિસેમ્બર 2019થી પહેલા વુહાન કે અન્ય કોઇ સ્થળે કોરોના વાયરસ સંક્રમણના પૂરાવા મળ્યા ન હતા, પરંતુ ટીમને ડિસેમ્બર 2019માં વુહાન હુઆનન માર્કેટથી વાયરસ સંક્રમણ બહારની દુનિયામાં ફેલાયુ હોવાના પૂરાવા મળ્યા હતા. બેનનું કહેવુ હતું કે આ વુહાન ઇન્વેસ્ટિગેશનમાં નવી જાણકારીઓ સામે આવી હતી, પરંતું વાયરસ સંક્રમણને લીધે વર્તમાન પરિસ્થિતિઓમાં કોઇ નાટકીય ફેરફાર આવ્યા નથી.

ઉલ્લેખનિય છે કે, કોરોના વાયરસ સંક્રમણ ફેલાવાના શરૂઆતમાં જ એવા અનુમાન લગાવવામાં આવ્યા હતા કે આ મહામારી ચીનમાંથી ઉદભવી અને આખા વિશ્ર્વમાં ફેલાઇ હતી. ડિસેમ્બર 2019માં વુહાનમાં કોરોના વાયરસ સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો હતો.

- Advertisement -

જે પછી ચીનમાં ફેલાયો હતો અને ગણતરી દિવસોમાં મોટાભાગના દેશોમાં ફેલાઇ ગયો હતો. કોરોના મહામારીને લીધે મોટાભાગની અર્થવ્યવસ્થાઓ પડી ભાંગી છે, જે હવે ધીમે ધીમે ઉભરી રહી છે. આશરે 1 વર્ષ સુધી લોકડાઉન જેવા ગંભીર હાલાતો સામે ઝઝૂમી રહેલી દુનિયાએ એ સમયે કોરોના મહામારીને ચીનને જવાબદાર ઠેરવ્યું હતું. જોકે ચીન એ સમયથી કોરોના મહામારીના ઉદભવ અને ફેલાવા માટે પોતાને જવાબદાર નથી માનતુ. તે પહેલેથી આ મુદ્દાને નકારતું આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular