Friday, September 22, 2023
Homeરાજ્યજામનગરમિડીયા કર્મચારીને ધમકી આપનારા ધારાસભ્ય સામે કાર્યવાહી કરવા પત્રકારોની માંગણી

મિડીયા કર્મચારીને ધમકી આપનારા ધારાસભ્ય સામે કાર્યવાહી કરવા પત્રકારોની માંગણી

- Advertisement -

મિડીયા કર્મચારીને ધમકી આપનાર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે કડક કાર્યવાહી કરવા જામનગરના પત્રકારો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. ગત તા. 8-2-2021ના રોજ એક ખાનગી ન્યુઝ ચેનલના પત્રકાર દ્વારા પૂછાયેલા પ્રશ્ર્નના જવાબમાં વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા પત્રકારને ‘તને પતાવી દઇશ, મારા માણસને કહીને ઠોકાવી દઇશ’ એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ અંગે ધારાસભ્ય સામે કોઇ પગલાં લેવાયા નથી. ચોથી જાગીરને દબાણમાં લેવાનો પ્રયત્ન કરનારા ધારાસભ્ય સામે કડકમાં કડક કાર્યવાહી કરવા અને આ સમગ્ર ઘટના અંગે યોગ્ય કાર્યવાહી કરવા જામનગરના પત્રકારો દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular