Saturday, December 7, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં બનતા પરશુરામધામના સંદર્ભે ‘તક્ષશીલા’ની ટીમ ‘ખબર ગુજરાત’ની મુલાકાતે

જામનગરમાં બનતા પરશુરામધામના સંદર્ભે ‘તક્ષશીલા’ની ટીમ ‘ખબર ગુજરાત’ની મુલાકાતે

- Advertisement -

જામનગરમાં દરેડ ખાતે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામનું ભવ્યાતિભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. જે સંદર્ભે બ્રહ્મ એજયુકેશન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટની ટીમ ખબર ગુજરાતની શુભેચ્છા મુલાકાતે પધારી હતી. અને તંત્રી તેમજ નિવાસી તંત્રીને ખેસ પહેરાવી તેમનું સન્માન કર્યુ હતું.

- Advertisement -

જામનગરમાં દરેડ ખાતે શારદા પીઠાધીશ્ર્વર પુ. જગદગુરૂ શંકરાચાર્યજી મહારાજના માર્ગદર્શનથી ચાલતી સંસ્થા ‘તક્ષશીલા’ કે જે શ્રી બ્રહ્મ એજયુકેશન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલે છે આ જગ્યામાં આવનારા સમયમાં બ્રાહ્મણોના આરાધ્યદેવ ભગવાન શ્રી પરશુરામનું ભવ્યાતિભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમજ આ મંદિર બનાવવા માટે જગદગુરૂ શંકરાચાર્યજીનું માર્ગદર્શન તેમજ આશિર્વાદ પણ મળતા રહે છે.

મંદિર નિર્માણ ઉપરાંત ગુરૂજી આશ્રમ, ગૌશાળા, સત્સંગ હોલ, પ્રવચન હોલ, બહેનો માટે હોસ્ટેલ વગેરે લોક ઉપોગી ઘાં બધા વિકાસના કાર્યો ભવિષ્યમાં કરવાનું આયોજન હાથ ધર્યુ છે. ત્યારે પરશુરામ ધામ બનાવવાના સંદર્ભમાં તક્ષશીલાની ટીમ ખબર ગુજરાતની મુલાકાતે પધારી હતી અને તંત્રી નિલેશભાઈ ઉદાણી તેમજ નિવાસી તંત્રી નેમિષભાઈ મહેતા ને ખેસ પહેરાવી સન્માન કર્યુ હતું.

- Advertisement -

આ તકે બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવ. ટ્રસ્ટ, તક્ષશીલા પરિવાર – દરેડના સચિવ ગુણવંતભાઈ ભટ્ટ, અજયભાઈ જાની, જગતભાઈ રાવલ, ડી.કે. ભટ્ટ, ગૌરવભાઈ વ્યાસ, જીતેન્દ્રભાઈ ભટ્ટ, બિપીનભાઈ અબોટી, જયભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular