Friday, September 13, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં આર્થિક સંકળામણથી કંટાળી યુવાનનો આપઘાત

જામનગરમાં આર્થિક સંકળામણથી કંટાળી યુવાનનો આપઘાત

કામ-ધંધો ચાલતો ન હોય પોતાના ઘરે ગળેફાંસો ખાધો: પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ

- Advertisement -

જામનગરના યોગેશ્વરનગરના યુવાને આર્થિક સંકળામણથી કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના યોગેશ્વરનગર શેરી નં.2 માં રહેતાં અને કડિયા કામ કરતાં હરેશભાઈ પ્રવિણભાઈ ભટ્ટી (ઉ.વ.39) નામના યુવાનને થોડા દિવસથી કામ-ધંધો ચાલતો ન હોય તેથી આર્થિક સંકળામણના કારણે સતત ટેન્શનમાં રહેતા હોય. તા.22 ના રોજ બપોરના સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે મૃતકના પત્ની પ્રીતિબેને પોલીસને જાણ કરતા સિટી એ ના પીએસઆઇ એમ.કે.બ્લોચ સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular