Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરપથ્થરનો પારો કરવાની બાબતે બે ભાઈઓ દ્વારા પ્રૌઢ ખેડૂત ઉપર હુમલો

પથ્થરનો પારો કરવાની બાબતે બે ભાઈઓ દ્વારા પ્રૌઢ ખેડૂત ઉપર હુમલો

રીંજપર ગામના વાડી વિસ્તારમાં લોખંડની ખપારી વડે માર માર્યો: સામાપક્ષે ઝઘડો કરી પતાવી દેવાની ધમકી આપી પથ્થર વડે હુમલો : પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી

- Advertisement -

લાલપુર તાલુકાના રીંજપર ગામમાં વાડી વિસ્તારમાં જમીનના સેઢા ઉપર પથ્થરનો પારો કરતા હોવાનો ખાર રાખી બે ભાઈઓએ પ્રૌઢને પતાવી દેવાની ધમકી આપી માર મારી પછાડી દઇ લોખંડની ખપારી વડે હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ હુમલામાં સામાપક્ષે પણ પ્રૌઢ દ્વારા મારી નાખવાની ધમકી આપી પથ્થર વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

મારામારીના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના રીંજપર ગામના વાડી વિસ્તારમાં રહેતાં અને ખેતી કરતા નરેન્દ્રસિંહ રવુભા જાડેજા (ઉ.વ.51) નામના પ્રૌઢ તેની ખેતીની જમીનના સેઢા ઉપર પથ્થરનો પારો કરતા હતાં તે દરમિયાન જયસુખ અને મુકેશ નામના બે ભાઇઓની વાડીએ જવાનો રસ્તો આવતો હોય. તેથી બંનેએ તે બાબતનો ખાર રાખી જયસુખ પાલા બેલા અને મુકેશ પાલા બેલા નામના બે ભાઈઓએ નરેન્દ્રસિંહ સાથે ઝઘડો કરી માર મારી પછાડી દીધા હતાં અને ત્યારબાદ લોખંડની ખપારી વડે હાથમાં તથા માથાના ભાગે હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સામાપક્ષે નરેન્દ્રસિંહ રવુભા જાડેજાએ જયસુખભાઈ ઉપર પથ્થરનો પારો કરતા રોકશો તો ટાટીયા ભાંગી નાખીશ અને જીવતો નહીં છોડું તેમ કહી ધમકી આપી બંને ભાઈઓ સાથે ઝપાઝપી કરી પથ્થર વડે માર મારી ઈજા પહોંચાડી હતી. સામસામા કરાયેલા હુમલામાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા એએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે નરેન્દ્રસિંહના નિવેદનના આધારે બે ભાઈઓ વિરૂધ્ધ હુમલો-ધમકી – મદદગારીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. જ્યારે સામાપક્ષે જયસુખભાઈના નિવેદનના આધારે પ્રૌઢ વિરૂધ્ધ મારામારી અને ધમકીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular