Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરલોકસભામાં સતત ત્રીજી ટર્મ માટે પૂનમબેનની દાવેદારી - VIDEO

લોકસભામાં સતત ત્રીજી ટર્મ માટે પૂનમબેનની દાવેદારી – VIDEO

પાંચ આગેવાનો સાથે વિજય મુહુર્તમાં રજૂ કર્યુ ઉમેદવારી પત્ર : લોકસભામાં જંગી લીડથી હૈટ્રિકનો વિશ્વાસ : રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ પાઠવી શુભેચ્છા

- Advertisement -

જામનગર લોકસભા બેઠક પર સતત ત્રીજી ટર્મ માટે પૂનમબેન માડમે પોતાની દાવેદારી નોંધાવી છે. ઉમેદવારી પત્ર ભરવાના આજે અંતિમ દિવસે વિજય મુહુર્તમાં પૂનમબેન માડમે પાંચ ટેકેદારો સાથે જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી સમક્ષ વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે જ લોકસભામાં તેમની જીતની હૈટ્રિક નિશ્ચિત માનવામાં આવી રહી છે.

- Advertisement -

જામનગર લોકસભા બેઠક માટે ગઇકાલે ઓશવાળ સેન્ટરમાં યોજાયેલા વિજય વિશ્ર્વાસ સંમેલનમાં કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર રાજ્યના મંત્રીઓ મુળુભાઇ બેરા અને રાઘવજી પટેલ સહિત ભાજપના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા અને સતત ત્રીજી ટર્મ માટે જીંગી બહુમતિથી ભાજપની જીતનો રણટંકાર કરવામાં આવ્યો હતો. આ તકે રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહયા હતા. તેમણે સાંસદ પૂનમબેન માડમને જીતની હૈટ્રિકની શુભેચ્છા પાઠવી હતી. દરમ્યાન આજે સવારે 10-30 વાગ્યે સાંસદ પૂનમબેન માડમ પોતાના નિવાસસ્થાનેથી ભાજપ મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા હતા. જયાં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ વિજયનો વિશ્વાસ વ્યકત કર્યા બાદ તેઓ પાંચ આગેવાનો સાથે જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા. જયાં વિજય મુહુર્તમાં સતત ત્રીજી ટર્મ માટે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પત્ર ભરવા જતાં પહેલાં તેમણે ભગવાનની પૂજા અર્ચના કરી પોતાની માતાના આશિર્વાદ મેળવ્યા હતા. જયારે પુત્રીને પણ યાદ કરી હતી.

- Advertisement -

જામનગર લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર પૂનમબેન માડમે આજે વિજય મુહૂર્તમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી.કે.પંડયાને ઉમેદવારી પત્ર રજૂ કર્યુ હતું. આ તકે પૂર્વ મંત્રીઓ વસુબેન ત્રિવેદી, ચિમનભાઈ સાપરીયા તથા આર.સી.ફળદુ, નાયબ દંડક જગદીશભાઈ મકવાણા સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular