મોટી હવેલી જામનગરના પૂ.પા. ગો. શ્રી રસાદ્રરાયજી મહોદયના જન્મદિવસ અંતર્ગત જામનગરમાં ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. 15ના રોજ રાત્રિના સમયે હાલારી રાસ યોજાયા બાદ ગઇકાલે તા. 16ના મારકણ્ડેય પૂજા, કેસરી સ્નાન તથા કિર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવિક ભકતો તથા વૈષ્ણવ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. પૂ.પા. ગો. શ્રી રસાદ્રરાયજી મહોદયના જન્મદિવસને લઇ અનેરો ઉત્સાહ છવાયો છે. મદનમોહન પ્રભુનો કુનવારા મનોરથ યોજાશે. સાંજે આ મનોરથના દર્શન થઇ શકશે.