Tuesday, March 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરના વાયરલ વિડિયોના પડઘા: પીઆઇ અને પીએસઆઇ સસ્પેન્ડ

જામનગરના વાયરલ વિડિયોના પડઘા: પીઆઇ અને પીએસઆઇ સસ્પેન્ડ

જિલ્લા પોલીસવડા દિપન ભદ્રન દ્વારા આકરા પગલાં

- Advertisement -

જામનગર શહેરના સીટી સી ડિવિઝનમાં એક શખ્સ દ્વારા પોલીસ કર્મચારીઓને હપ્તા મામલે બેફામ વાણીવિલાસનો વાયરલ થયેલા વિડિયો પ્રકરણમાં જિલ્લા પોલીસવડાએ પોલીસ ઇન્સ. અને એક પીએસઆઇને સસ્પેન્ડ કરવાનો આદેશ કરતાં પોલીસબેડામાં ફફડાટ ફેલાઇ ગયો છે.

આમ તો સામાન્ય પરિસ્થિતિઓમાં વાયરલ થયેલાં વિડિયોની પોલીસ દ્વારા તપાસ કરતી હોય છેે. પરંતુ જામનગર શહેરના સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચાર દિવસ પૂર્વે આવેલાં એક શખ્સે પોલીસ સ્ટેશનમાં રહેલાં કર્મચારીઓ સામે બેફામ વાણીવિલાસ આચર્યો હતો અને હપ્તા બાબતે પણ પોલીસ કર્મચારીઓને અપશબ્દો કહ્યા હતાં. આ સમગ્ર ઘટનાનો કોઇએ વિડિયો ઉતારી સોશ્યલ મિડિયામાં વાયરલ કર્યો હતો. આ વિડિયો મામલે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રન દ્વારા કડક પગલાં લઇ સીટી સી ડિવિઝન પોલીસ ઇન્સ.એમ.આર.ગોંડલિયા અને પીએસઆઇ કે.સી.વાધેલાને તાત્કાલીક સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. તેમજ સીટી સી ડિવિઝનના પીઆઇ તરીકે કે.આઇ.ગાધેને ચાર્જ સોપવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular