Wednesday, April 30, 2025
Homeરાજ્યજામનગરપોરબંદરમાં યોજાયેલ ઈન્ટરનેશનલ સ્વીમીંગ મેરેથોનમાં જામનગરના તેરૈયા વિજેતા

પોરબંદરમાં યોજાયેલ ઈન્ટરનેશનલ સ્વીમીંગ મેરેથોનમાં જામનગરના તેરૈયા વિજેતા

પોરબંદરમાં ઈન્ટરનેશનલ સ્વીમીંગ મેરેથોન યોજાઈ હતી. જેમાં જામનગરના નાગરિકે વિજેતા થઈ જામનગરનું ગૌરવ વધાર્યુ છે. તેમની આ સફળતા બદલ પરિવારજનો, મિત્રવર્તુળોએ શુભેચ્છા પાઠવી હતી.

- Advertisement -

પોરબંદરમાં ઈન્ટરનેશનલ સ્વીમીંગ મેરેથોનનું આયોજન કરવાાં આવ્યું હતું. જેમાં જામનગરના ભરતભાઈ બોડા એ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 6 થી 10, 14 થી 30,30 થી 45, 60 થી 80 તથા 80+ વયજુથના વિભાગોમાં યોજાઇ હતી. જેમાં 20 થી વધુ જિલ્લાઓના કુલ 1200 થી વધુ તેરૈયાઓએ ભાગ લીધો હતો. જામનગરના ભરતભાઈ બોડાએ 60+ કેટેગરીમાં એક કિલોમીટરની સ્વીમીંગ નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થયા હતાં. આ સ્પર્ધાનો રામ સી સ્વીમીંગ કલબ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સ્વીમેથોન 2025 માં જામનગરના ભરતભાઈ બોડાએ મેડલ મેળવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular