Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરનો હેડ કોન્સ્ટેબલ રૂા. 15000 ની લાંચ લેતા ઝડપાયો

જામનગરનો હેડ કોન્સ્ટેબલ રૂા. 15000 ની લાંચ લેતા ઝડપાયો

દારૂના કેસ માટે ઘઉં તથા જીરાની માંગણી કરી અંતે રૂા.15000 ની રોકડ રકમ માંગી : એસીબી એ લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપી લીધો

- Advertisement -

જામનગર પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે દારૂનો કેસ પતાવવા માટે રૂા. 15 હજારની લાંચની માંગણી કરતા એસીબીની ટીમે છટકુ ગોઠવી આરોપીને રૂા. 15 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, આ કેસમાં ફરિયાદીના સંબંધીને આરોપી પોલીસ હેડકવાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બાદલ નિલેશ ચોટલિયાએ દારૂની બોટલ સાથે પકડયો હોય. જે અંગે આરોપીએ ફરિયાદીને મળી કહ્યું હતું કે, તમારા સંબંધીના કેસમાં વહીવટના રૂા.15000 આપવા પડશે. તેમ કહેતા ફરિયાદીએ પોતાની પાસે સગવડતા ન હોય. તેવું જણાવતા આરોપીએ તેના બદલે ઘઉં તથા જીરાની માંગણી કરી હતી. પરંતુ, ફરિયાદીએ આરોપીને તેની રીતે ઘઉં લઇ લેવા જણાવતા આરોપી દ્વારા રૂા.15000 ની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય. ફરિયાદી દ્વારા જામનગર એસીબીનો સંપર્ક કર્યો હતો.

જેના આધારે જામનગર એસીબીના ઈન્ચાર્જ પીઆઇ એન.ડી. પટેલ સહિતના સ્ટાફ દ્વારા રાજકોટ એસીબીના ઈન્ચાર્જ મદદનીશ નિયામકના સુપરવીઝન હેઠળ જામનગર શહેરના રામેશ્ર્વર ચોક મોમાઈ હોટલ પાસે લાંચનું છટકુ ગોઠવી આરોપી હેડ કોન્સ્ટેબલ બાદલ નિલેશ ચોટલિયાને લાંચની રકમ રૂા. 15000 લેતા રંગે હાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular