Friday, October 22, 2021
Homeરાજ્યજામનગરજામનગર શહેર ભાજપ દ્વારા વડાપ્રધાનના જન્મ દિવસે હવન સહિતના સેવા કાર્યો

જામનગર શહેર ભાજપ દ્વારા વડાપ્રધાનના જન્મ દિવસે હવન સહિતના સેવા કાર્યો

- Advertisement -

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આજરોજ જન્મ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક વિધ સેવા કાર્યો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ વડાપ્રધાન ના જન્મ દિવસ નિમિત્તે શહેર ભાજપ કાર્યાલય ખાતે હવન, તળાવની પાળ ખાતે પ્રદર્શની, જામ રણજીત સિંહ વૃધાશ્રમ તથા એમ.પી.શાહ. વૃધાશ્રમ માં ફળ વિતરણ સહિતના સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ તકે મેયર બીનાબેન કોઠારી, પૂર્વ કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, પૂર્વ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઈ કગથરા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, કોર્પોરેટરો અરવિંદભાઈ સભાયા, ગોપાલભાઈ સોરઠીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિન્ડોચા, ભાજપ અગ્રણી મનહરભાઈ ઝાલા, પી.ડી.રાયજાદા, સહિતના અગ્રણીઓ , વિવિધ મોરચા ના હોદેદારો, કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાન ના જનમ દિવસની ઉજવણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular