Thursday, October 21, 2021
Homeરાષ્ટ્રીયસ્કૂટર-બાઇકમાં પેટ્રોલ નહીં પૂરાવવાનું

સ્કૂટર-બાઇકમાં પેટ્રોલ નહીં પૂરાવવાનું

ટૂંક સમયમાં 100 ટકા ઇથેનોલનો કાયદો : નીતિન ગડકરી બોલ્યા

- Advertisement -

કેન્દ્રીય માર્ગ પરિવહનમંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે હું જલ્દી જ કાયદો બનાવી રહ્યો છું. તેના પછી સ્કૂટર, બાઈક, ઓટો રિક્ષા વગેરે પેટ્રોલથી નહીં ચાલે. તે 110 રૂપિયાના પેટ્રોલની જગ્યાએ 65 રૂપિયા પ્રતિલીટરના 100 ટકા ઈથેનોલથી ચાલશે. તેનાથી પૈસા બચશે અને પ્રદૂષણ પણ ઘટશે.તેમણે કહ્યું કે હું સંપૂર્ણપણે દેશમાંથી પેટ્રોલ, ડીઝલનો ઉપયોગ બંધ કરવા પ્રયાસ કરી રહ્યો છું.

- Advertisement -

દેશનો ખેડૂત પેટ્રોલ-ડીઝલનો વિકલ્પ આપશે. ઈથેનોલના ઉપયોગ માટે હું 2009થી પ્રયાસ કરી રહ્યો છું. આજે દેશમાં ઈથેનોલનું ઉત્પાદન વધી ગયું છે. ગડકરીએ રાજસ્થાનના દૌસામાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ જાહેરાત કરી હતી. તે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કરવા બે દિવસના પ્રવાસે પહોંચ્યા હતા.

ઈલેક્ટ્રિક હાઈવે બનાવવાની તૈયારી. સૌથી પહેલા દિલ્હીથી જયપુર રોડ પર. જે રીતે વીજળીથી ટ્રેન ચાલે તે રીતે બસ અને ટ્રક પણ ચાલશે. દેશમાં હાલમાં 5 લાખ રોડ અકસ્માત સર્જાય છે. તેમાં દોઢ લાખ લોકો મૃત્યુ પામી જાય છે. આ સ્થિતિને સુધારવા હાઈવે પર દુર્ઘટના સંભવિત સ્થળોને સુધારવામાં આવી રહ્યા છે. 2030 સુધી એવી સ્થિતિ લાવવાનો પ્રયાસ છે કે હાઈવે પર કોઇ અકસ્માત ન થાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular