Thursday, September 28, 2023
Homeરાષ્ટ્રીયવિલેપાર્લેમાં પૂ. ધીરગુરૂદેવના સાંનિધ્યે મહાવીર જયંતિ-દિક્ષાર્થી પાનેરીબેનનું સન્માન

વિલેપાર્લેમાં પૂ. ધીરગુરૂદેવના સાંનિધ્યે મહાવીર જયંતિ-દિક્ષાર્થી પાનેરીબેનનું સન્માન

- Advertisement -

શ્રી વિલેપાર્લે સ્થાનકવાસી જૈન સંઘ, વિરાણી ઉપાશ્રય ખાતે પૂ. શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં પયુર્ષણ પર્વની ધર્મોલ્લાસપૂર્વક ઉજવણીથી અનેરો આનંદ છવાયો છે. વિશાળ ધર્મસભાને સંબોધતા પૂ. ગુરૂદેવે જણાવેલ કે માઇલ્ડ સૌમ્ય બનો. કાઇન્ડ દયાળુ બનો. તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે અને તમારી જીભ સારી હશે તો દુનિયાને તમે ગમશો.

- Advertisement -

તપસ્વી સોનલબેન શાહને માસક્ષમણ અને દીપાબેન દોશીને 21 ઉપવાસીન ઉગ્ર તપસ્યા છે. જયારે દિશા રોમલી શાહ, શૈલી નમન બાવીસી વગેરે 16 ઉપવાસમા આગળ વધી રહયા છે. સંઘના ઉપપ્રમુખ મિલન અજમેરા, પિયુષ ઉદાણી, વિધિતા શેઠએ એક સાથે 8 ઉપવાસની પ્રતિજ્ઞા કરેલ છે.

તા. 15ને શુક્રવારે સવારે 9-30 કલાકે સિલેકટીવ ઇફેકટીવ વિષય પર પ્રવચન અને રાત્રે 8-30 થી 10 કલાકે એકશન ટુ રીએકશન વિષય પર જૈન જાગૃતિ સેન્ટર અને જૈન સોશિયલ ગ્ર્રુપના ઉપક્રમે વિલેપારલે ઉપાશ્રયે પ્રવચન યોજાયેલ છે. શનિવારે મહાવીર જયંતિ ઉજવણી દરમ્યાન બોટાદ સંપ્રદાયમાં દિક્ષા અંગીકાર કરનાર કુ. પાનેરીબેન શાહનું સન્માન રાખેલ છે. સંઘ દ્વારા એજયુકેશન યોજનામાં સહભાગી બનવા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular