આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે. ઉત્તર-પૂર્વ ભારતમાં પવનો તેજ થતાં આગામી દિવસોમાં ગુજરાતમાં પણ તાપમાનનો પારો ગગડશે એવી આગાહી છે. નલિયામાં દર વખતે સૌથી નીચું તાપમાન નોંધાતું હોય છે. આ વખતે નલિયામાં 13.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 16.08 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો આ તરફ ગાંધીનગર સૌથી ઠંડું શહેર બન્યું છે, જ્યારે તાપમાનનો પારો 11 ડીગ્રીએ પહોંચ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ ઠંડીનું જોર વધશે એવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ, કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. અત્યારે રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10થી 12 ડીગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. વલસાડ અને નલિયામાં લઘુતમ 16 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે. પવનની દિશા બદલાતાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. હવે ધીમે ધીમે ઠંડી જમાવટ કરી રહી છે. પરોઢિયે ફૂલ ગુલાબી ઠંડી અને બપોરે સામાન્ય ગરમીનો અહેસાસ થવાથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે રાજ્યના મોટા ભાગનાં શહેરના લઘુતમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધવાના સંકેતો મળી રહ્યા છે. નવા વર્ષમાં રાજ્યનાં કેટલાંક શહેરોમાં તો સવારે લોકો ઠૂંઠવાઈ જાય એવી ઠંડી પડી રહી છે. ગત રાત્રિએ 15 ડિગ્રી સાથે ગાંધીનગર-નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે.