સ્ટારલિંક (Starlink) દ્વારા ડાયરેક્ટ-ટુ-સેલ (Direct-to-Cell) સેટેલાઇટ સર્વિસની બેટા ટેસ્ટિંગ શરૂ થવા જઈ રહી છે. આ ટેકનોલોજીથી હવે મોબાઇલ ફોન સીધા સેટેલાઇટ આધારિત નેટવર્ક સાથે જોડાશે. આ ટેકનોલોજીનાં કારણે જમીન પર મોટાં ટાવર લગાવવાની જરૂર નહીં રહે, જેનાથી ટ્રેડિશનલ મોબાઇલ ટાવર પરનો ભાર ઓછો થશે.
એલન મસ્કનો મોટો પ્રોજેક્ટ
ટેસ્લાના માલિક એલન મસ્કે આ નવી ટેકનોલોજી વિશે એક મોટું એલાન કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પહેલાનું નામ ટ્વિટર) પર આ સેવા વિશેની માહિતી આપતાં જણાવ્યું કે 27 જાન્યુઆરીથી સ્ટારલિંકની ડાયરેક્ટ-ટુ-સેલ સેટેલાઇટ સર્વિસની બેટા ટેસ્ટિંગ શરૂ થશે.
મોબાઇલનો નેટવર્ક હવે સીધો સેટેલાઇટ સાથે જોડાશે
આ નવી સેવા સાથે ફોનનો નેટવર્ક સીધો સેટેલાઇટ સાથે કનેક્ટ થશે. Mario Nawfal (IBC ગ્રુપના સ્થાપક) ના પોસ્ટને રી-શેર કરતા મસ્કે આ ટેકનોલોજીની પુષ્ટિ કરી. આ ટેકનોલોજી એવી રીતે કામ કરશે કે મોબાઇલ ઉપકરણો સીધા સેટેલાઇટ્સ સાથે જોડાઈને ફોન સેવાની ઍક્સેસ કરશે.
મોબાઇલ ટાવર વિન પણ થશે નેટવર્ક કનેક્ટિવિટી
આ સેવા થકી જમીન પર મોબાઇલ નેટવર્ક ટાવર લગાવવાની જરૂર રહેશે નહીં, જેનાથી ટેલિકોમ ઇન્ડસ્ટ્રીના પરંપરાગત માળખાઓ પરનો ખર્ચ અને ભાર ઓછો થશે.

ઉચ્ચ ગતિએ ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ થશે
પાછલા કેટલાક મહિનાઓથી સ્ટારલિંક સતત તેની સેટેલાઇટ નેટવર્ક ક્ષમતા વધારી રહી છે. Tweaktownની એક રિપોર્ટ અનુસાર, સ્ટારલિંકના યુઝર્સ હવે 250-350 Mbps જેટલી ઝડપે ઇન્ટરનેટ ઉપયોગ કરી શકશે. આ સ્પીડ દક્ષિણ ઓસ્ટ્રેલિયાના ગ્રામીણ વિસ્તારોમાં મળતી ફાઇબર સ્પીડ (50-60 Mbps) કરતા ઘણી વધારે છે.
આપત્તિના સમયમાં તાત્કાલિ મદદરૂપ ટેકનોલોજી
આ ટેકનોલોજી આપત્તિના સમયમાં ખૂબ ઉપયોગી સાબિત થશે. વાવાઝોડા, ભૂકંપ અથવા અન્ય કુદરતી આફતોમાં જ્યારે ટાવર અને વાઈરિંગ નબળી પડે છે, ત્યારે ડાયરેક્ટ-ટુ-સેલ ટેકનોલોજી ફોનને સેટેલાઇટ સાથે સીધો કનેક્ટ કરશે. આ રીતે આફતગ્રસ્ત વિસ્તારોમાં પણ કનેક્ટિવિટી ચાલુ રહેશે અને તાત્કાલિક સહાય સરળતાથી પહોંચશે.
ડેડ ઝોનમાં પણ મળશે કનેક્ટિવિટી
આ ટેકનોલોજીથી ડેડ ઝોન વિસ્તારમાં પણ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. ડાયરેક્ટ-ટુ-સેલ સેટેલાઇટ્સ લાખો IoT ડિવાઈસીસને પણ જોડાણ સેવાઓ પૂરી પાડશે. ખાસ કરીને ગામડાંઓ અને ટ્રાવેલ કરતી વખતે મુશ્કેલી પેદા થતા વિસ્તારોમાં આ ટેકનોલોજી સુનિશ્ચિત કરે છે કે કનેક્ટિવિટી સતત ચાલી રહે.
સેટેલાઇટ લોન્ચિંગ માટે Falcon 9 અને Starship નો ઉપયોગ
આ ડાયરેક્ટ-ટુ-સેલ સેટેલાઇટ્સને SpaceXના Falcon 9 અને Starship રૉકેટ્સ દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવશે.
ટેલિકોમ ઇન્ડસ્ટ્રી માટે ભવિષ્યનાં નવા દરવાજા ખોલશે
જો આ ટેકનોલોજી સફળ થાય છે તો ટલિકોમ ઉદ્યોગમાં મોટો ફેરફાર આવશે. પરંપરાગત મોબાઇલ ટાવર ટેકનોલોજીનું સ્થાન આ નવી સેટેલાઇટ આધારિત નેટવર્ક ટેકનોલોજી લઈ શકે છે, જેનાથી વપરાશકર્તાઓને વધુ ઝડપી, સરળ અને મજબૂત સેવા મળશે.
એલન મસ્કની સ્ટારલિંક ડાયરેક્ટ-ટુ-સેલ સેવા જો સફળ થાય છે, તો તે વિશ્વની ટેલિકોમ ટેકનોલોજી અને ઇન્ટરનેટ ઈકોસિસ્ટમમાં આક્રમક ફેરફાર લાવશે. આ સેવા નવી ટેકનોલોજીના આધારે કનેક્ટિવિટી પ્રદાન કરશે, જે આપત્તિ જેવ પરિસ્થિતિઓમાં પણ વિશ્વસનીય બનશે.