Thursday, December 2, 2021
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી તરફી રૂખ યથાવત્...!!!

ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી તરફી રૂખ યથાવત્…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

દેશમાં એક તરફ મોંઘવારીના કારણે લોકોને માર પડી રહ્યો છે અને બીજી તરફ ભારતીય શેરબજારમાં તેજી જ તેજી જોવા મળી રહી છે. ગત સપ્તાહે પહેલી વખત બીએસઇ સેન્સેક્સે ૬૨૦૦૦ પોઈન્ટની સપાટી વટાવી હતી. વિક્રમી તેજીની આ સફર નિરંતર ચાલુ રાખીને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો અને લોકલ ફંડોએ રોકાણનો પ્રવાહ ભારતીય શેરબજારોમાં ફરી વહેતો કરતાં બીએસઇ સેન્સેક્સે ૬૨૨૪૫ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૮૫૯૪ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી ગત સપ્તાહે નવો ઈતિહાસ રચી દીધો હતો.

ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં ૯.૫%ની આર્થિક – જીડીપી વૃદ્વિ કરશે એવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અનુમાનને જાળવી રાખવામાં આવ્યા બાદ ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ દ્વારા પણ વૈશ્વિક અર્થતંત્ર માટે નબળું ચિત્ર બતાવી એથી વિપરીત ભારત માટે ઊજળું આર્થિક ભાવિ બતાવી ૯.૫%ની આર્થિક વૃદ્વિનો અંદાજ બતાવી ભારતીય શેરબજારોમાં તેજીને વેગ આપ્યો હતો. જો કે સપ્તાહના અંતે ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો અને લોકલ ફંડોએ સપ્તાહના આરંભમાં ખરીદદાર બન્યા બાદ મોંઘવારીના સરકારી આંકડા હાલ તુરત ફુગાવો – મોંઘવારી ઘટી હોવાનું દર્શાવે છે, પરંતુ વાસ્તિવક મોંઘવારીનો આંક વધી રહ્યાના અને પેટ્રોલ, ડિઝલના વધતાં ભાવ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના વધતાં ભાવ જોખમી પરિબળ સાબિત થતાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

વર્ષ ૨૦૨૨ ભારતની ઈકોનોમી માટે ઘણુ સારૂ સાબિત થશે તેવી આગાહી ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF દ્વારા કરવામાં આવી છે. IMF દ્વારા સમર્થન આપતા કહ્યું હતું કે કોરોના મહામારીના કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦ – ૨૧ દરમિયાન ઈકોનોમીમાં ૭.૩%નો ઘટાડો નોંધાયો હતો પણ હવે તેમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૧માં ભારતની ઈકોનોમીનો ગ્રોથ રેટ ૯.૫% અને વર્ષ ૨૦૨૨માં ૮.૫% રહેશે તેવું IMF દ્વારા અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત ભારતની ઈકોનોમી દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા હશે.

- Advertisement -

IMF દ્વારા અનુમાનોમાં કહેવાયુ છે કે, વર્ષ ૨૦૨૧માં સમગ્ર દુનિયાનો ગ્રોથ રેટ ૫.૯% અને વર્ષ ૨૦૨૨માં ૪.૯% રહે તેવુ અનુમાન છે. દુનિયાની સૌથી મોટી ઈકોનોમી અમેરિકાનો ગ્રોથ રેટ આ વર્ષે ૬% અને આગામી વર્ષે ૫.૨% રહેવાનો અંદાજ છે. ચીનની ઈકોનોમી વર્ષ ૨૦૨૧માં ૮%ના અને વર્ષ ૨૦૨૨માં ૫.૬ના દરે વધશે. કોરોનાના રસીકરણના મોરચે ભારતનો દેખાવ સારો છે અને તેના કારણે ઈકોનોમીને મદદ મળી રહી છે.

વૈશ્વિક સ્તરે ફેડરલ રિઝર્વની બેઠક ૨ – ૩ નવેમ્બરના મળનાર છે. ગયા મહિને કરાયેલી ચર્ચા પ્રમાણે, ફેડરલ તેના ૮૦ અબજ ડોલરના ટ્રેઝરી ખરીદી કાર્યક્રમમે દર મહિને ૧૦ અબજ ડોલરના કાપ સાથે તથા ૪૦ અબજ ડોલરના મોરગેજ બેકડ સિક્યુરિટીઝ ખરીદી કાર્યક્રમને દર મહિને પાંચ અબજ ડોલરના કાપ સાથે ટેપર કરવાનું શરૂ કરી શકે છે. ગયા મહિને મળી ગયેલી ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બેઠકમાં કમિટિના સભ્યો અમેરિકન ફેડરલ રિઝર્વ નવેમ્બરના અથવા ડિસેમ્બરના મધ્યથી એસેટ ખરીદી કાર્યક્રમમાં કાપ મૂકવાનું શરૂ કરવા સંદર્ભમાં સહમત થયા હતા.

એસેટ ખરીદી કાર્યક્રમમાં તબક્કાવાર પીછેહઠ કરાશે અને દર મહિને કુલ ૧૫ અબજ ડોલરનું ટેપરિંગ કરાય તેવી ધારણાં છે. ઉપરાંત રોજગાર તથા ફુગાવામાં નોંધપાત્ર પ્રગતિ ન થાય ત્યાં સુધી દર મહિને ૧૨૦ અબજ ડોલરના બોન્ડ ખરીદી કાર્યક્રમની વર્તમાન ગતિને ચાલુ રાખવા ફેડરલે નિર્ણય કર્યો છે. 

મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૧ ૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં ઓગસ્ટ ૨૦૨૧માં અંદાજીત રૂ.૬૨૯૪.૬૯ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૫૯૪૮.૮૫ કરોડની ખરીદી તેમજ ૨૧ ઓક્ટોબર ૨૦૨૧ સુધીમાં અંદાજીત રૂ.૫૯૮૬.૨૧ કરોડની વેચવાલી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટ ઓગસ્ટ ૨૦૨૧માં અંદાજીત રૂ.૨૫૬૮.૫૨ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૯૧૩.૭૭ કરોડની ખરીદી તેમજ ૨૧ ઓક્ટોબર ૨૦૨૧ સુધીમાં અંદાજીત રૂ.૭૧૭૨.૨૩ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

બજારની ભાવી દિશા…. મિત્રો, કોરોના મહામારીને ધ્યાનમાં રાખી અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે યુએસ ફેડરલ રિઝર્વ સહિત દુનિયાભરની મધ્યસ્થ બેન્કોએ ધિરાણનીતિ સરળ રાખી હતી. તેનાથી ઉભરતા અર્થતંત્રોના શેરબજારોને વધારે ફાયદો થયો હતો. ચાલુ વર્ષે ભારતીય શેરબજારના સૂચકાંક સેન્સેક્સમાં ૨૮% અને નિફ્ટીમાં ૩૧%થી વધારે તેજી આવી હતી. બીજી બાજુ ક્રૂડ ઓઇલ, કોલસા અને કુદરતી ગેસની કિંમતોમાં ઝડપી ઉછાળાથી મોટાભાગના દેશોની ચિંતા વધી ગઇ છે. ઉર્જા સંકટથી ભારત પણ બચી શક્યુ નથી કારણ કે વીજ ઉત્પાદન માટે વ્યાપક પ્રમાણમાં આયાતી કોલસા પર નિર્ભર છે. મોંઘવારી વધવાની આશંકા વચ્ચે દુનિયાભરના શેરબજારો પર તેની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉછાળાથી આ મામલે ચિંતા વધી છે. ગત સપ્તાહે ક્રૂડ ઓઇલ ૮૪ ડોલર પ્રતિ ડોલરને કુદાવી ગયુ જે ત્રણ વર્ષની સૌથી ઉંચી કિંમત છે, આમ એક વર્ષ દરમિયાન ક્રૂડ ઓઇલ ૯૬%નો ઉછાળો આવ્યો છે.

ક્રૂડ ઓઇલ, કોલસા અને કુદરતી ગેસની કિંમતોમાં ઝડપી ઉછાળાથી ભારતીય શેરબજારમાં જોખમ વધી રહ્યુ છે, ખાસ કરીને અતિશય ઉંચુ મૂલ્ય ધરાવતા સ્ટોક્સમાં. મોંઘવારીમાં વૃદ્ધિ અને યુએસ ફેડરલ રિઝર્વ બેન્ક દ્વારા નાણાંકીય નીતિ કડક થવાની ચિંતા વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવી તેજી ચાલુ રહી તો મોંઘવારીમાં મોટો ઉછાળો આવી શકે છે. આ સાથે આગામી સપ્તાહમાં વધુ કંપનીઓના જાહેર થનારા પરિણામો વચ્ચે સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ જળવાઈ રહેવાની શકયતા રહેશે. ઉપરાંત ઉછાળે નફારૂપી વેચવાલી સાથે બે – તરફી અફડાતફડીની શકયતા છે.  

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૮૧૩૮ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૮૦૦૮ પોઇન્ટના પ્રથમ અને ૧૭૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૮૨૦૨ પોઇન્ટથી ૧૮૨૭૨ પોઇન્ટ, ૧૮૩૦૩ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૮૩૦૩ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૪૦૪૧૫ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૯૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૩૯૬૭૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૪૦૫૭૫ પોઇન્ટથી ૪૦૭૩૭ પોઇન્ટ, ૪૦૮૦૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૪૦૮૦૮  પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) એપ્કોટેક્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૩૯૨ ) :- ઇન્ડસ્ટ્રીયલ ગૂડ્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૪૦૪ થી રૂ.૪૧૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૪૩૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ ( ૩૧૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૯૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૩૪ થી રૂ.૩૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) એપટેક લિમિટેડ ( ૩૧૪ ) :- રૂ.૨૯૭ નો પ્રથમ તેમજ રૂ.૨૮૨ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૩૩ થી રૂ.૩૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) થિરુમલાઈ કેમિકલ ( ૨૭૬ ) :- કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૫ થી રૂ.૨૯૭ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૬૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) નોસિલ લિમિટેડ (૨૭૫ ) :- રૂ.૨૬૦ નો પ્રથમ તેમજ રૂ.૨૪૭ ના સ્ટોગ સપોર્ટથી સ્પેશ્યાલીટી કેમિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૮૮ થી રૂ.૩૦૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) રેઇન ઇન્ડસ્ટ્રીઝ ( ૨૨૯ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૧૨ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૪૨ થી રૂ.૨૫૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ઓઇલ ઇન્ડિયા ( ૨૧૬ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૨૦૨ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૨૩૨ થી રૂ.૨૪૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) ઈક્વિટાસ હોલ્ડિંગ ( ૧૩૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હોલ્ડિંગ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૭ આસપાસ રોકાણકારે રૂ.૧૪૪ થી રૂ.૧૫૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) SBI લાઈફ ( ૧૧૬૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૧૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! લાઇફ ઈન્સ્યોરન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૧૮૩ થી રૂ.૧૧૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) રામકો સિમેન્ટ ( ૯૬૬ ) :- આ સ્ટોક રૂ.૯૩૩ નો પ્રથમ તેમજ રૂ.૯૧૯ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૮૩ થી રૂ.૯૯૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) એચડીએફસી લિમિટેડ ( ૨૯૦૭ ) :- ૩૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૨૮૬૦ નો પ્રથમ તેમજ રૂ.૨૮૨૮ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! હાઉસિંગ ફાઈનાન્સ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૨૯૪૪ થી રૂ.૨૯૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૬૩૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૭૦૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૨૭૨૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૨૬૦૬ થી રૂ.૨૫૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૭૭૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) મુથૂત ફાઈનાન્સ ( ૧૫૭૧ ) :- રૂ.૧૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૧૬ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૨૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) સિપ્લા લિમિટેડ ( ૮૯૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૦૯ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૯૧૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૮૭૮ થી રૂ.૮૬૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૨૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) વેલસ્પન એન્ટરપ્રાઈઝ ( ૯૮ ) :- કન્સ્ટ્રકશન & ઇજનેરી સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૮ થી રૂ. ૧૧૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) જીએફએલ લિમિટેડ ( ૮૦ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે હોલ્ડિંગ કંપની સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૮ થી રૂ.૯૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) થોમસ કૂક ( ૭૮ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૦ નો પ્રથમ તેમજ રૂ.૬૪ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટ્રાવેલ સપોર્ટ સર્વિસ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૬ થી રૂ.૯૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) સ્નોમેન લોજીસ્ટીક ( ૪૫ ) :- રૂ.૪૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૪૮ થી રૂ.૫૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૫૫ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૮૦૦૮ થી ૧૮૩૦૩ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular