Friday, April 19, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં રિયલ્ટી - મેટલ સેક્ટરની આગેવાની હેઠળ ઐતિહાસિક તેજી તરફી રૂખ...

ભારતીય શેરબજારમાં રિયલ્ટી – મેટલ સેક્ટરની આગેવાની હેઠળ ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૧૦.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૯૬૭.૦૫ સામે ૬૦૯૯૭.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૭૯૧.૨૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૦૬.૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮૩.૨૧ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૩૫૦.૨૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૪૫.૪૫ સામે ૧૮૧૮૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૧૦૮.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૧.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૪.૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૩૫૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. ચાઈનામાં એનર્જી કટોકટીના પરિણામે અનેક ઉદ્યોગો બંધ થતાં એડવાન્ટેજ ઈન્ડિયાની ગણતરી મૂકાઈ રહી હતી, ત્યારે ભારતમાં પણ કોલસા સહિતની અછતના સમાચાર વચ્ચે ગત સપ્તાહે ફંડોએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ નવી મોટી તેજીમાં સાવચેતી બતાવી ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી, ઉપરાંત વિશ્વ એનર્જી કટોકટીમાં ધકેલાતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધીને સાત વર્ષની નવી ઊંચી સપાટી પાર કરતાં ભારતીય શેરબજારમાં ઘટાડો જોવાયો હતો જો કે ચાલુ સપ્તાહના પ્રારંભથી જ વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં પણ તેજી જોવા મળી હતી. કોરોના સંક્રમણ પણ દૂર થઈ રહ્યું હોઈ આર્થિક – ઔદ્યોગિક વિકાસ વેગ પકડી રહ્યો હોઈ કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી પ્રોત્સાહક રહેવાના અંદાજોએ ફંડોએ આજે અફડાતફડી બાદ તેજી તરફી ડોટ આગળ વધારી હતી.

- Advertisement -

ભારતીય શેરબજારમાં લાંબા સમયથી વિક્રમી તેજી જોવાયા બાદ અપેક્ષિત અને અનિવાર્ય બની ગયેલું કરેકશન -ઘટાડાનો દોર બાદ ચાલુ સપ્તાહે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા ભારતીય અર્થતંત્રમાં ઝડપી રિકવરીનો અંદાજ મૂકીને બીજા ત્રિમાસિકમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ નીચા મથાળે નવી ખરીદી કરતાં સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૨૧ની સીઝનમાં એકંદર સારા પરિણામ અને ચોમાસાની સારી પ્રગતિ સાથે દેશ કોરોના કાળમાંથી બહાર આવીને ઝડપી આર્થિક – ઔદ્યોગિક વિકાસના પંથે સવાર થઈ રહ્યો હોવાના પોઝિટીવ પરિબળે ખેલંદાઓ, ટ્રેડરો, ફંડો અને મહારથીઓ દ્વારા નવી લેવાલી નોંધાતા આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૭૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૨૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, મેટલ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, બેઝિક મટિરિયલ્સ અને સીડીજીએસ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ પણ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૧૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૫૬ અને વધનારની સંખ્યા ૨૨૧૮ રહી હતી, ૧૪૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ અને કોલસાની કિંમતોમાં વધારો શેરબજારો અને ભારતીય અર્થતંત્ર માટે ચિંતા જનક છે. નોમુરાના અંદાજ મુજબ, જો ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, કોલસો અને વીજળીના વૈશ્વિક ભાવ ડિસેમ્બર ૨૦૨૧ સુધી વર્તમાન સ્તરે રહે અને માર્ચ ૨૦૨૨ સુધી સાધારણ ૫% વધે, તો રિટલ ફુગાવામાં ૧% જેટલી વૃદ્ધિની સંભવિત અસર થશે. ક્રૂડ ઓઇલના ભાવમાં ૧૦%ની વૃદ્ધિથી ભારતમાં ફુગાવાનો દર આશરે ૦.૩% વધી શકે છે, ચાલુ ખાતાની ખાધ દેશની જીડીપીના ૦.૩% જેટલો વધી શકે છે અને જીડીપીનો વૃદ્ધિદર અંદાજીત ૦.૨% જેટલો ઘટી શકે છે.

સેમીકન્ડક્ટર અને કોલસાની અછતને કારણે સપ્ટેમ્બર / ઓક્ટોબર માસમાં ઔદ્યોગિક ઉત્પાદન સંકોચાશે. ઉપરાંત જીડીપી ગ્રોથ ચોથા ત્રિમાસિકમાં ૫.૩%ની તુલનામાં લગભગ ૦.૦૧ નીચે જઇ શકે છે. આમ તો વર્ષ ૨૦૨૧-૨૨ માટે અનુક્રમે ૭.૭% અને ૯.૫%ના વૃદ્ધિ અંદાજોછે, પરંતુ ત્યાર પછીના વર્ષે નકારાત્મક જોખમો જોઈ મળી શકે છે. યુએસ અને યુરોપમાં ભંયકર શિયાળાનું જોખમ, ઇન્વેન્ટરીમાં સતત ઘટાડો અને ઓપેક સંગઠન તરફથી મર્યાદિત પુરવઠો બ્રેન્ટ ક્ડની કિંમતને ૧૦૦ ડોલર પ્રતિ બેરલ સુધી ધકેલી શકે છે. પોઝિટિવ પરિબળો સામે પડકારો માથું ઊંચકી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

તા.૨૭.૧૦.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૬.૧૦.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૮૩૫૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૮૨૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૮૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૮૩૮૮ પોઈન્ટ થી ૧૮૪૦૪ પોઈન્ટ ૧૮૪૩૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૬.૧૦.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૪૧૩૮૬ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૧૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૪૦૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૧૪૭૪ પોઈન્ટ થી ૪૧૫૭૭ પોઈન્ટ, ૪૧૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૪૧૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • બાટા ઇન્ડિયા ( ૧૯૯૫ ) :- ફૂટવેર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૧૨ થી રૂ.૨૦૨૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૦૩૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૭૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૬૭ થી રૂ.૧૭૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૫૪૮ ) :- રૂ.૧૫૨૦ નો પ્રથમ તેમજ રૂ.૧૫૦૮ ના બીજા સપોર્ટથી ટ્રેડીંગ & ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૬૪ થી રૂ.૧૫૭૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • રામકો સિમેન્ટ ( ૧૦૨૦ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૩૭ થી રૂ.૧૦૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૯૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એક્સિસ બેન્ક ( ૭૫૨ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૩૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૬૩ થી રૂ.૭૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૭૧૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૯૬ થી રૂ.૧૬૮૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મુથૂત ફાઈનાન્સ ( ૧૫૩૧ ) :- રૂ.૧૫૬૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૭૫ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૧૩ થી રૂ.૧૫૦૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૯૦૯ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૩૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૯૮ થી રૂ.૮૯૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૮૩૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૪૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૧૮ થી રૂ.૮૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૬૯૭ ) :- રૂ. ૭૧૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૨૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૮૬ થી રૂ.૬૭૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular