Friday, February 3, 2023
Homeરાષ્ટ્રીયઆવતા વર્ષે ચંદ્રયાન-3 લોન્ચ કરશે ભારત

આવતા વર્ષે ચંદ્રયાન-3 લોન્ચ કરશે ભારત

- Advertisement -

ભારતીય અંતરિક્ષ અનુસંધાન (ઇશરો) થોડા સમયમાં જ તેનું ચંદ્રયાન-3, ચંદ્ર તરફ મોકલવાની તૈયારીમાં લાગી પડયું છે. આ માહિતી આપતાં કેન્દ્રીય અંતરિક્ષ રાજ્ય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ભારતના અંતરિક્ષ કાર્યક્રમોમાં સમાનવ અંતરિક્ષ ઉડાન કેન્દ્ર સ્થાને છે. ભારતે આ કાર્યક્રમને ઘણું મહત્વ આપ્યું છે. તેનું આયોજન થઈ રહ્યું છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય અંતરિક્ષ ઉદ્યોગ તેની વિશ્વસનીયતા અને અર્થવ્યવસ્થા માટે દુનિયાભરમાં જાણીતો છે. આપણા અંતરિક્ષ પ્રક્ષેપણ યાન પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી) ને મળેલી સફળતા માટે અમોને ગર્વ છે. તે દ્વારા ભારતે વિકાસશીલ તથા વિકસિત દેશોના મળી કુલ 100થી વધુ ઉપગ્રહો અંતરિક્ષમાં વહેતા મુકયા છે. ભારતે જી-સેટ પૃથ્વી અવલોકન ઉપગ્રહો અને અંતરિક્ષ આધારિત સેટેલાઇટ નેવીગેશન સિસ્ટમ માટે મોટા પ્રમાણમાં ઇનહાઉસ ઉપગ્રહ નિર્માણ કરવાની પણ ભારત ક્ષમતા ધરાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular