Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીયઅમરનાથ યાત્રામાં જવા માંગતા યાત્રિકો માટે આવ્યા મહત્વપૂર્ણ સમાચાર

અમરનાથ યાત્રામાં જવા માંગતા યાત્રિકો માટે આવ્યા મહત્વપૂર્ણ સમાચાર

- Advertisement -

અમરનાથ યાત્રા 2021ની તારીખો આજે જાહેર કરવામાં આવી છે. આ વર્ષે અમરનાથ યાત્રા 28 જૂનથી 22 ઓગસ્ટ સુધી ચાલશે. અમરનાથ યાત્રા શ્રાઇન બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે અમરનાથ યાત્રા 56 દિવસ ચાલશે. ભક્તો 14 એપ્રિલથી રાજીસ્ટ્રેશન કરાવી શકશે. જમ્મુ-કાશ્મીર પ્રશાસન વતી અમરનાથ યાત્રા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

- Advertisement -

શનિવારે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાની અધ્યક્ષતામાં શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે જમ્મુ-કાશ્મીર એક કેન્દ્ર શાસિત રાજ્ય બન્યા પછી આ પહેલી પવિત્ર અમરનાથ યાત્રા છે, કારણ કે કોરોના રોગચાળાને કારણે અમરનાથ યાત્રા વર્ષ 2020 માં રદ કરવામાં આવી હતી. આ સાથે જ ભારતીય સેનાએ અમરનાથ યાત્રા માટે સુરક્ષા યોજના પણ તૈયાર કરી છે. આ વખતે મુસાફરીના માર્ગ ઉપર સૈન્ય તૈનાત કરવામાં આવશે.

શ્રીનગરથી લગભગ 145 કિમી દૂર અમરનાથ ગુફા આવેલી છે. આ ગુફા લગભગ 150 ફૂટ ઉંચી અને લગભગ 90 ફૂટ લાંબી છે. આ ગુફા આશરે 4000 મીટરની ઉંચાઇ પર છે. ગુફામાં આવેલા શિવલિંગ ચોક્કસ સમય માટે જ બને છે. આ વખતે યાત્રા માત્ર બાલાટાલ રૂટથી કરાવવાનો નિર્ણય કરાયો છે. યાત્રાનો પારંપરિક રસ્તો પહલગામ, ચંદનવાડી, શેષનાગ, પંચતરણી થઈને જાય છે. અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણ ફરી જોવા મળતા યાત્રા દરમિયાન કોવિડ પ્રોટોકોલનું કડકપણ પાલન કરાવવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular