વરસાદની ખેંચ વચ્ચે ખેતીવાડી વિભાગે ખેડૂતોને પાક બચાવવા માટે ખાસ માર્ગદર્શન આપ્યું છે. પાકની કટોકટીની અવસ્થામાં પિયત આપવું જરૂરી.
મગફળી માટે
35થી 40 દિવસે ફૂલ બેસવાની અવસ્થા, 55થી 60 દિવસે સુયા બેસવાની અવસ્થા, 75 દિવસે ડોડવા (જીંડવા) વિકાસની અવસ્થા
કપાસ માટે
60થી 70 દિવસે ફૂલ અને ડાળીઓની અવસ્થા, 75થી 100 દિવસે ભમરી બેસવાની અવસ્થા, 125થી 130 દિવસે નાના જીંડવા બનવાની અવસ્થા, 150 દિવસે જીંડવા ફાટવાની અવસ્થા
View this post on Instagram
આ અવસ્થાઓ દરમિયાન શક્ય હોય ત્યાં પ્રાથમિકતા આપી સિંચાઈ કરવાથી પાકનું નુકસાન ઘટાડી શકાય છે. ખેતીવાડી વિભાગે ખેડૂતોને ખેતરમાં સુકું ઘાસ, નીંદણ અથવા પાકના અવશેષો વડે મલ્ચિંગ (આચ્છાદન) કરવાની સલાહ આપી છે. મલ્ચિંગ કરવાથી જમીનમાં લાંબા સમય સુધી ભેજ જળવાઈ રહે છે, પાણીનું બાષ્પીભવન ઓછું થાય છે અને વરસાદ ન હોવા છતાં પાકને જરૂરી ભેજ મળી રહે છે.


