જામનગર શહેરના બર્ધનચોક વિસ્તારમાં વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર પથ્થારાવાળાઓને હટાવી કાયમી નિરાકરણ કરવા માટે મંગળવારે મહાનગરપાલિકા કમિશનર, પોલીસ અધિક્ષક અને સ્ટાફ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ તંત્રના આ કાફલાએ નદીન પટમાં આવેલ બચુનગર વિસ્તારમાં પણ નિરીક્ષણ કર્યુ હતું. જે સંદર્ભે આજે સવારથી નદીના પટમાં ગેરકાયદેસર ખડકાયેલા 12 મકાનો તોડી પાડવા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેવાડે આવેલા ટાપુઓ તથા બેટદ્વારકા અને દ્વારકામાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહી છે. દરમિયાન જામનગર મહાનગરપાલિતકાના કિશનર ડી એન મોદી દ્વારા મંગળવારે સાંજના સમયે જામનગરની નદીના પટમાં ખડકાયેલ ગેરકાયદેસર દબણો દૂર કરવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, પીઆઇ નિકુલસિંહ ચાવડા તથા મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બર્ધનચોક વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરી નિરીક્ષણ કર્યુ હતું અને ત્યારબાદ નદીના પટમાં ખડકાયેલા દબાણોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારબદ આજે વહેલીસવારથી જ સુભાષબ્રીજન નીચે નદીના પટમાં ખડકાયેલ દબાણો દૂર કરવા માટે એસ્ટેટ અધિકારી નિતીન દિક્ષીત અને સુનિલ ભાનુશાળી, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, પીઆઈ નિકુલસિંહ ચાવડા સહિતના સ્ટાફ સાથે પાડતોડ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
નદીના પટમાં ખડકાયેલા 12 મકાનો અંગે એસ્ટેટ અધિકારી નીતિન દિક્ષીત દ્વારા અપાયેલી માહિતી મુજબ નદીના પટમાં 98,445 ફુટ જમીનમાં 54,045 ફુટ જમીનમાં મકાનો ખડકાયેલ છે આ 12 મકાનો તોડી પાડવા માટે આજે ચુસ્ત પોલીસ બંદબોસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે અને સરકારી 17.62 કરોડની જમીન પરના દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.