Wednesday, April 14, 2021
Homeરાજ્યગુજરાતગુજરાતમાં આમ જ ચાલશે તો લોકડાઉન ફરી આવી શકે: હાઇકોર્ટ

ગુજરાતમાં આમ જ ચાલશે તો લોકડાઉન ફરી આવી શકે: હાઇકોર્ટ

રાજયમાં 60 દિવસ પછી પ્રથમ વખત 24 કલાકમાં કેસ 600ને પાર

- Advertisement -

ગુજરાતમાં કોરોનાએ ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 9 જાન્યુઆરીએ ગુજરાતમાં 675 કેસ નોંધાયા હતા અર્થાત 60 દિવસ પછી આજે ગુજરાતમાં ફરીવાર કોરોના પોઝિટિવના 675 કેસ નોંધાયા છે. જેને લઇને ગુજરાતમાં ફરી એકવાર એક્ટિવ કેસોનો આંક 3500 વટાવીને 3529 થયો છે, જેમાં 47 દર્દી વેન્ટિલેટર પર છે. જો કે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું ન હોવાનું સરકારે જાહેર કર્યુ છે, પરંતુ જામનગરમાં કોરોનાની સારવાર દરમિયાન એક દરદીનું મૃત્યુ નિપજ્યું હતુ. બીજી બાજુ 484 દર્દીઓએ કોરોનાને મહાત આપતા ડિસ્ચાર્જ દર્દીનો આંક 2,67,250 પર પહોંચ્યો છે.

- Advertisement -

ગુજરાતમાં નવા નોંધાયેલા 675 કોરોનાના કેસમાં સુરતમાં સૌથી વધુ છે. સુરતમાં 179, અમદાવાદ 147, વડોદરા 107, રાજકોટ 79 આમ ચાર મહાનગરોમાં જ 512 કેસ નોંધાયા છે અર્થાત કુલ કેસના 75% કેસ ચાર મહાનગરોમાં નોંધાવા પામ્યા છે. જ્યારે ભાવનગરમાં 19, ગાંધીનગરમાં 15, જૂનાગઢમાં 8, જામનગરમાં 6, ભરૂચ અને ખેડામાં 15-15, આણંદમાં 13, કચ્છમાં 12, મહેસાણા અને પંચમહાલમાં 8-8, દાહોદમાં 7, સાબરકાંઠામાં 6, છોટાઉદેપુરમાં 5, અમરેલી અને મહિસાગરમાં 4-4, ગીર સોમનાથ, મોરબી અને નર્મદામાં 3-3, બનાસકાંઠા અને પાટણમાં 2-2 જ્યારે અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, નવસારી, સુરેન્દ્રનગર અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે. જ્યારે બોટાદ, ડાંગ, પોરબંદર અને વલસાડ એમ 4 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી.

રાજ્યમાં અત્યાર સુધીમાં 17,13,467 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 4,19,798 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 57,277 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

- Advertisement -

જામનગરના ત્રીજા એડિશ્નલ સિવિલ જજ જે.એચ.ભટ્ટના સિનિયર કલાર્ક એ.બી.ઠાકરનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે આજ અને 11 માર્ચ એમ બે દિવસ માટે ત્રણ નંબરની કોર્ટની કાર્યવાહી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના પાંચ કુહાડા ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 8ના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા વિદ્યાર્થીને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આથી આ શાળામાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓને પણ શાળાએ ન મોકલવા વાલીઓએ નિર્ણય કર્યો હતો.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે આ અંગે ચિંતા વ્યક્ત કરતા રાજ્ય સરકારને સૂચનો આપ્યા છે કે, રાજ્યમાં કોરોનાને લઈને ફરીથી સ્થિતિ વણસી શકે છે. આ સ્થિતિનો સામનો કરવા માટે રાજ્ય સરકાર સજ્જ રહે. જેના માટે રાજ્ય સરકાર કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલની સુવિધા પૂરતા પ્રમાણમાં રાખે. આ હોસ્પિટલ્સમાં પથારીઓની સુવિધા પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખે.

- Advertisement -

જેથી કોરોનાના દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. હાઈકોર્ટે તેના આદેશમાં નોંધ્યું છે કે, કોરોના સંદર્ભે લોકોનું લાપરવાહી ભર્યું વલણ કે બેદરકારી ચિંતાજનક છે. જેના લીધે, રાજ્ય સરકારે ફરી એકવાર લોકડાઉન અમલમાં મુકવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ કેસની વધુ સુનાવણી નવ એપ્રિલે હાથ ધરવામાં આવશે.

રાજ્યની સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજોમાં અપૂરતી સુવિધાને લઈ ઉઠતી ફરિયાદના સંદર્ભમાં હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, સમાજના ગરીબ લોકો રોગની સારવાર માટે સરકારી હોસ્પિટલમાં આવતા હોય છે. આ સંજોગોમાં સરકારી હોસ્પિટલમાં અપૂરતા ડોક્ટર્સ, દવાઓનો અપૂરતો જથ્થો, સાધનો કે અન્ય માળખાકીય સુવિધાના અભાવે ગરીબ લોકો હેરાન થાય નહીં, તેનું ખાસ ધ્યાન રાખો. રાજ્યની સરકારી હોસ્પિટલ્સમાં આ અંગે હાલ શું સ્થિતિ છે, તેનો જવાબ રજૂ કરો. મહત્વનું છે કે, કોરોના મુદ્દે હાઈકોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં આ આદેશ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular