દેવભૂમિ દ્વારકા ખાતે શુક્રવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના નવનિયુક્ત પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલની ખાસ ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંવાદ અને જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં હાલ પ્રવર્તી રહેલી મોંઘવારી, બેરોજગારી, પાકવિમો, જમીન માપણી, કલ્યાણપુરનો સાની ડેમ તાત્કાલિક રીપેર કરવો, માછીમારોની સમસ્યા અને જિલ્લાના સ્થાનિક પ્રશ્ર્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ અંગે સરકારમાં રજૂઆત કરવા અને જરૂર પડે તો આ પ્રશ્ર્નો હલ કરવા આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે શક્તિસિંહ ગોહિલનું કોંગી આગેવાનો, હોદ્દેદારોએ વિશિષ્ટ સન્માન કરી, આવકાર્ય હતા.આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ યાસીનભાઈ ગજ્જન, ભીખુભાઈ વારોતરીયા, સારાબેન મકવાણા, ડો. રણમલભાઈ વારોતરીયા, મુળુભાઈ કંડોરીયા, પાલભાઈ આંબલીયા, એભાભાઈ કરમુર, અરજણભાઈ કણઝારીયા, વિક્રમભાઈ કંડોરીયા, લક્ષ્મણભાઈ આંબલીયા, લક્ષ્મણભાઈ સુમણીયા, ગિરધરભાઈ વાઘેલા, વિગેરે સાથે પક્ષના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.