સીઝન બદલાઈ રહી છે ચોમાસા બાદ હવે શિયાળાનું આગમન થઈ રહ્યું છે. હળવી ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે તો વળી બપોરના સમયમાં તડકો અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ એવો સમય છે કે જ્યારે ગરમીથી અકડાઈને લોકો ઠંડા તરફ વળે છે અને ઠંડુ પીતાની સાથે જ ગળુ પકડાઈ જતાં શરદી ઉધરસ અને કફ થઈ જાય છે તો વળી વાઈરલ તાવના કેસો પણ ખૂબ જ જોવા મળે છે ત્યારે આ ઋતુમાં પોતાના સ્વાસ્થ્યનું કઈ રીતે ધ્યાન રાખવું જોઇએ?
આ મિશ્ર સીઝનમાં તાવ, શરદી, ઉધરસથી બચવા શું કરવું જોઇએ ? ઈમ્યુનિટી વધતા આ તકલીફો થી બચી શકાય છે. ઈમ્યુનિટી વધારવા શું કરી શકાય ? તો ડો. અનુ અગ્રવાલ કહે છે કે, ઈમ્યુનિટી વધારવા વિટામિન સી થી ભરપૂર આહાર લેવો જોઇએ. વિટામિન સી થી શરીરમાં વ્હાઈટ બ્લડ સેલ્સ વધે છે. અને વ્હાઈટ બ્લડ સેલ્સને આપણા શરીરના રક્ષક છે. જ્યારે પણ કોઇ વાઈરસ કે બેકટેરીયા શરીર ર હુમલો કરી છે ત્યારે વ્હાઈટ બ્લડ સેલ્સ આપણને બચાવવા તરત જ એકટીવ થઈ જાય છે.
વિટામિન સી માટે તાજા ફળો અને શાકભાજી ખાવા જોઇએ. જેમ કે સંતરા, આમલા, ટમેટા, મરચા, બ્રોકોલી, લીંબુ, પાલક વગેરે શરીરની ઈમ્યુનિટી માટે ફાયદાકારક છે. તેમજ શિયાળામાં આવતા લીલા પાનવાળા શાકભાજી પણ ખૂબ જ ફાયદાકારક છે જેમ કે મેથીની ભાજી તેમજ આદુ પણ ઈમ્યુનિટી બુસ્ટર છે. જેમાં એન્ટી ઓકસીડન્ટ પણ હોય છે જે સેલ્સની રક્ષા કરે છે અને દિલની બીમારી, કેનસર વગેરે જેવી લાંબાગાળાની બીમારીથી બચાવે છે. આ ઉપરાંત લસણની એક બે કડી પણ ખૂબ ફાયદાકારક છે. અને બદામ ઈમ્યુનિટી વધારે છે. તાવ, શરદી, ફલુથી બચાવે છે. માટે આ પ્રકારનો આહાર મિક્ષ ઋતુમાં આપના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.