પંગુમ લંઘયતે ગિરિમ-આ પ્રકારના એક સુભાષિત દ્વારા આપણને એવું શિખવાડવામાં આવ્યું છે કે, દિલમાં કોઇ કામ પૂર્ણ કરવાની ધગશ હોય અને ઇશ્ર્વરની કૃપાનો સહયોગ મળે તો, પગ ગુમાવેલી વ્યકિત પણ પર્વત પર ચડી શકે.
એક નાનકડી ક્ધયાએ આ સુભાષિતને સાર્થક કરી દેખાડી છે. આ ક્ધયા 12મા ધોરણમાં ભણે છે અને 18 વર્ષની છે. દેશના હાઇટેક સિટી બેંગ્લોરની આ દિકરીનું નામ કાવ્યા જાનકી મુંદકુર છે. આ દિકરીએ વિશ્વના 100 વિજેતાઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સમગ્ર વિશ્ર્વમાં ગુગલના પૂર્વ સીઇઓ અને અન્ય એક ફિલાન્થ્રોપિસ્ટસ દ્વારા વિશ્ર્વની 100 વ્યકિતઓને દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે.
આ વર્ષે ભારત ખાતેથી કાવ્યા નામની આ યુવતીએ પણ એવોર્ડ હાંસલ કર્યો છે. ઇન્વેન્ચર એકડમી દ્વારા કાવ્યાના કારા નામના માનસિક સ્વાસ્થ્ય અંગેના પ્રોજેકટને માન્યતા આપવામાં આવી છે. સ્વિમર તરીકેની નાની પરંતું મહત્વની કારકિર્દી ધરાવતી કાવ્યા જન્મથી પગમાં ખોડ ધરાવે છે. કાવ્યાની સ્ટોરી ખંત અને એકાગ્રતા તથા અન્યને સહાયરૂપ થવાની ભાવનાને કારણે શકય બની છે.
કાવ્યા કહે છે : હું જન્મથી શારીરિક ખોડ ધરાવું છે. ઘણાં બધા લોકો સમાજમાં મને સન્માન કેવી રીતે પ્રાપ્ત થયું ? તે જાણવા ઇચ્છે છે. ઘણાં બધા લોકોએ ખુબ જ આ સન્માન માટે સંઘર્ષ કરવો પડતો હોય છે. મેં સંઘર્ષ નથી કર્યો માત્ર મારૂં કામ કર્યું છે. પરિવાર તથા શાળામાંથી મને ખુબ જ સહયોગ પ્રાપ્ત થયો છે. હું મારી સાવ અંગત બાબતો અને માનસિક સ્વાસ્થ્ય વિશે મુકત રીતે બોલી શકું છું. ઘણાં બધા લોકો આ પ્રકારની સ્વતંત્ર્તા ધરાવતા નથી. કારણ કે, તેઓને એક ભય હોય છે. અથવા ઘણાં લોકો માનસિક રીતે એવું વિચારતા હોય છે કે, સમાજમાં તેઓનો ગેરલાભ લેવામાં આવશે. મારા આ પ્રોજેકટ પાછળ માત્ર એક જ હેતુ છે કે, મારા જેવી કિશોરાવસ્થામાં રહેલી દિવ્યાંગ ક્ધયાઓને મદદરૂપ થવું.
કાવ્યાનો આ પ્રોજેકટ કોઇપણ પ્રકારના દિવ્યાંગને માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાંત સાથે સંપર્ક કરાવી આપે છે. ઘણાં બધા લોકો આ પ્રકારની આર્થિક ક્ષમતા ધરાવતા નથી. તેથી આવા લોકોનો નિષ્ણાંતો સાથે સંપર્ક થઇ શકે તે માટે હું આ પ્રોજેકટ દ્વારા આ માટે ફંડ એકત્ર કરવાની તમન્ના ધરાવું છું.
જન્મથી પગમાં ખોડ ધરાવતી, માત્ર 18 વર્ષની કાવ્યા ‘જગવિખ્યાત’ કેમ બની ?!
બેંગ્લોરની આ કન્યાને ગ્લોબલ એવોર્ડ મળ્યો !