Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરજામનગરની મુલાકાતે આવેલા વાલરામ પાંજરાપોળના સંચાલકોનું સન્માન

જામનગરની મુલાકાતે આવેલા વાલરામ પાંજરાપોળના સંચાલકોનું સન્માન

જામ્યુકો એ રખડતા ઢોર પકડી કચ્છ પાંજરાપોળમાં મોકલ્યા છે .

- Advertisement -

જામનગર શહેરના રખડતા ઢોર પકડીને ડબ્બામાં રાખવામાં આવે છે. તે ઢોરને કચ્છી ભાનુશાળી ઓધવરામ સત્સંગ મંડળ-મુંબઇ દ્વારા સંચાલિત કચ્છમાં આવેલ વાલરામ પાંજરાપોળનામાં મોકલવામાં આવે છે. આ પાંજરાપોળના સંચાલક મનજીબાપુ જામનગર આવ્યા હતાં. જેનું સ્વાગત મનપાના નવા પદાધિકારીઓ, અધિકારીઓએ કર્યું હતું.

- Advertisement -

શહેરમાં રખડતા ઢોરને પકડી કચ્છમાં આવેલ વાલરામ પાંજરાપોળ ખાતે ટ્રાન્સફર કરવામાં આવે છે. જેના સંચાલક મનજીબાપુ તથા જામનગરના કચ્છી ભાનુશાળી સમાજના આગેવાનો સાથે પરામર્શ બાદ જે તે વખતે 2000 ઢોર કચ્છ ખાતે ટ્રાન્સફર કરવા માટે મંજૂરી મેળવવામાં આવી હતી. જે અન્વયે અત્યાર સુધીમાં જામનગર મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં રહેલ 1759 ખૂટીયા તથા ગાયોને મોકલવામાં આવ્યા હતાં.

કચ્છના પાંજરાપોળના સંચાલક મનજીબાપુ તથા તેઓના સહયોગીઓ જામનગરની મુલાકાતે આવતાં જામનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓ મેયર વિનોદભાઇ ખિમસુર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. ચેરમેન નિલેશ કગથરા, શાસકપક્ષ નેતા આશિષભાઇ જોશી, શાસકપક્ષ દંડક કેતનભાઇ નાખવા, પૂર્વચેરમેન મનિષભાઇ કટારીયા તથા કમિશનર ડી.એન. મોદી, ડે. કમિશનર ભાવેશભાઇ જાની દ્વારા આ કાર્ય માટે મહાનગરપાલિકા વતી તેઓનું સ્ટે. કમિટી હોલમાં સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

કચ્છ પાંજરાપોળના સંચાલક દ્વારા પાંજરાપોળની પ્રવૃત્તિ અને જાળવણી અંગે વિગતો આપી હતી. આ તકે મનપાના કમિશનર દ્વારા સંસ્થાના વધુ 1000 ઢોર સંભાળવા અનુરોધ કર્યો હતો. જે અંગે પાંજરાપોળના સંચાલકે આગામી દિવસોમાં આ અંગે વ્યવસ્થા ગોઠવી 1000 ઢોરને સંભાળવામાં આવશે. તેવી ખાતરી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular