Monday, February 10, 2025
Homeરાજ્યજામનગરરાજ્યસભા સાંસદ અને જામનગરના કોર્પોરેટર સામેની એફઆઇઆર રદ કરવાની અરજી ફગાવતી હાઇકોર્ટ

રાજ્યસભા સાંસદ અને જામનગરના કોર્પોરેટર સામેની એફઆઇઆર રદ કરવાની અરજી ફગાવતી હાઇકોર્ટ

જામનગરમાં યોજાયેલ સમૂહ શાદીના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ઉશ્કેરણીજનક ઓડિયો-વિડીયો વાયરલ કરવા અંગે જામનગરમાં નોંધાઇ છે ફરિયાદ : સાંસદ-કોર્પોરટરની ધરપકડનો માર્ગ મોકળો

- Advertisement -

ગત ડિસેમ્બર માસમાં જામનગરમાં પૂર્વ વિપક્ષી નેતા અનેે કોર્પોરેટર દ્વારા યોજાયેલ સમૂહ શાદીના કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યસભાના સાંસદએ આ કાર્યક્રમની વિડીયો કિલીપ સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક સંવાદો સાથેનું ગીત વગાડવા અંગે સાંસદ ને જામનગરના કોર્પોરેટર વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદ રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી. જે અરજી હાઇકોર્ટે રદ કરી નાખી છે. જેથી બન્નેની ધરપકડનો માર્ગ મોકળો બન્યો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ગત ડિસેમ્બર માસમાં જામ્યુકો વિપક્ષી નેતા અને કોર્પોરેટર અલ્તાફ ખફીના જન્મદિવસે સંજરી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ શાદીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યસભાના કોંગી સાંસદ ઇમરાન પ્રતાપગઢી ઉપસ્થિત રહયા હતા. આ દરમ્યાન સાંસદ અને સ્થાનિક કોર્પોરેટરની એન્ટ્રી સમયે બનાવેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. જેના બેક ગ્રાઉન્ડમાં ‘હૈ ખૂન કે પ્યાસો બાત સુનો…’ જેવું વાંધાજનક અને ઉશ્કેરણીજનક ગીત વગાડવામાં આવ્યું હતું. આ વિડીયો વાયરલ થયા બાદ જામનગરના એક આગેવાન દ્વારા આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં બે કોમ વચ્ચે ઉશ્કેરાટ ફેલાઇ તેવી ભાષાનો પ્રયોગ થયો હોવા અંગેનો ફરિયાદમાં જણાવાયું હતું.

જેના આધારે જામનગર પોલીસે રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી અને કોર્પોરેટર અલ્તાફ ખફી તથા આયોજક ટ્રસ્ટના જવાબદારો સહિતના સામે ગુનો નોંધ્યો હતો. જેને લઇ રાજયસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી તેમજ જામનગરના કોર્પોરેટર અલ્તાફ ખફી દ્વારા આ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ કેસમાં લંબાણપૂર્વકની દલિલો બાદ હાઇકોર્ટે અરજી ફગાવી દીધી હતી.

- Advertisement -

ગુજરાત હાઇકોર્ટમાં જામનગર પોલીસ દ્વારા અલગ-અલગ વ્યકિતના 7 જેટલા નિવેદનો તેમજ સાહેદો હાઇકોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. તેમજ વાયરલ વિડીયોના પુરાવા રજૂ કરાયા હતા. જામનગર સીટી એ ડિવીઝનના પીઆઇ એન.એ. ચાવડા સ્ટાફ સાથે ઉપસ્થિત રહી તમામ પુરાવાઓ રજુ કર્યા હતા. જે તમામ બાબતોને ધ્યાને લઇ અદાલતે અરજી ફગાવી દેતા બન્નેની ધરપકડનો માર્ગ મોકળો બન્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular