Saturday, December 7, 2024
Homeરાષ્ટ્રીયઝારખંડમાં હેમંત સોરેને ગઢ જાળવી રાખ્યો

ઝારખંડમાં હેમંત સોરેને ગઢ જાળવી રાખ્યો

પતિ-પત્નીની જોડીએ કરી કમાલ ઇન્ડિયા બ્લોક પ0 બેઠક, એનડીએ 30 બેઠકો પર આગળ

- Advertisement -

ઝારખંડમાં સવારે 12:00 વાગ્યા સુધીના ચૂંટણી પરિણામ પરથી એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયા બ્લોક 50ના આંકડાને પાર કરે તો નવાઈ નહીં. કારણ કે ભાજપ હાલ 27 બેઠકો પર જ સરસાઈ ધરાવે છે જ્યારે ઉંખખ અને કોંગ્રેસ સહિતના પક્ષો 50 કરતાં વધારે બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.ઝારખંડમાં ભારે રસાકસી બાદ ફરીથી ઇન્ડિયા બ્લોક ભાજપથી આગળ નીકળી ગયું છે. એક સમયે ભાજપને વધારે બેઠકો પર લીડ હોય એવું લાગી રહ્યું હતું પરંતુ થોડા જ વખતમાં ચિત્ર ફરીથી સ્પષ્ટ થતાં હવે 50 જેટલી બેઠકો પર ઉંખખ અને કોંગ્રેસનું ગઠબંધન આગળ છે તો ભાજપ 30 જેટલી બેઠકો પર સરસાઈ ધરાવે છે. ઝારખંડમાં આંકડાઓ બહુ ઝડપથી બદલાઈ રહ્યા છે. ક્યારેક ઇન્ડિયા બ્લોક તો ક્યારેક ભાજપ આગળ નીકળે એ પ્રકારના વલણ દેખાઈ રહ્યા છે. ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ દ્વારા ભાજપને મજબૂત ટક્કર આપવામાં આવી રહી છે. ઝારખંડમાં ઈન્ડિયા બ્લોક સરકાર બનાવવા માટે જરૂરી 41 બેઠકોના આંકડાની નજીક ે. ા 38 બેઠકો પર તેઓના ઉમેદવારો સરસાઈ ધરાવે છે. પ્રથમ રાઉન્ડની જાહેરાત અગાઉ ઉંખખનું પ્રભુત્વ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ઝારખંડમાં અચાનક જ ગેમ પલટાયો, કોંગ્રેસ ગઠબંધન ભાજપથી આગળ નીકળ્યું હોય એવું જણાઈ રહ્યું છે. 33 બેઠકો પર ઈન્ડિયા બ્લોકના ઉમેદવારો આગળ નીકળ્યા હતા. ઉંખખના ઉમેદવારો ભાજપને મજબૂત ટક્કર આપી રહ્યા છે. જો કે કેટલીક બેઠકો પર હજુ પણ કટ્ટર હરીફાઈના કારણે આગામી સમયમાં બાજી બદલાય એવું લાગી રહ્યું છે. ઝારખંડના શરૂઆતના વલણ અનુસાર ભાજપ અને ઈન્ડિયા બ્લોક બંને ગઠબંધનના 31-31 ઉમેદવારો જીતી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. સીતા સોરેન અને કલ્પના સોરેન બંને પોતપોતાની બેઠકો પર જીતી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. દિવંગત દુર્ગા સોરેનના પત્ની સીતા સોરેન ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેઓના જીતવાની શક્યતા પણ ઘણી વધારે છે.

- Advertisement -

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular