સીસીટીવીના આ યુગમાં ઘણી વખત ચોરોના દ્રશ્યો પણ કેપ્ચર થઈ જતા હોય છે. ત્યારે તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં જોઇ શકાય છે કે ચોરોની ‘સાહીબી’ જે રીતે તેઓ ઘરમાં ચોરી કરતા પહેલાં નવાબી ભોગવે છે તે જોઇને કહી શકાય કે લખનૌના ચોરોની તો વાતજ કંઈક અલગ છે.
તાજેતરમાં વાયરલ વીડિયોમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જ્યાં ઘરમાં લૂંટ ચલાવતા પહેલા ચોરોએ એસી ચાલુ કરીને મેગી પાર્ટી કરી અને ત્યારબાદ આરામ કરીને ચોરી કરી હતી.
लखनऊ में चोरी करने से पहले चोरों ने की मैगी पार्टी, AC चलाकर खाई मैगी फिर घर का सामान समेटकर चलते बने। सोशल मीडिया पर इसका वीडियो खूब वायरल हो रहा है। pic.twitter.com/ClWSwh9aOY
— Shreya ❤️ (@Shreya16122) June 18, 2025
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌથી આવી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં ચાલાક ચોરોએ ઘરમાં ઘુસીને ચોરી કરતા પહલાં એવું કઈંક કર્યુ કે આ ચોરી હેડલાઈન્સમાં આવી ગઈ હતી. વાયરલ વીડિયોમાં ચોરો ઘરમાં ચોરી કરતા પહેલાં મેગી પાર્ટી કરતા જોઇ શકાય છે લખનૌના ગાઝીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઈન્દિરા નગર બ્લોક સી વિસ્તારની છે આ ઘટના અહીં એક નિવૃત્ત બેંક કર્મચારી રહે છે તે બહારગામ હોય તેવામાં ચોરો ઘરમાં ઘુસ્યા તેમણે સામાન તપાસ્યો ઘર ખાલી હોય તેઓ બેચેન થઇ ગયા ત્યારબાદ તેમણે એસી ચાલુ કરી આરામ કર્યો ત્યારબાદ રસોડામાં જઈ મેગી બનાવી મેગી લઇને એસીવાળા રૂમમાં આવી મેગી ખાધી અને ત્યારબાદ સામાન પેક કરી ભાગી ગયા.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે રસોડામાં મેગીનું અડધુ પેકેટ ખુલ્લુ મળ્યું. ચુલા પર ફ્રાઈંગ પેન, ઘરવખરી વેરવિખેર અને બેડ પર મેગીને પ્લેટો પણ જોવા મળી હતી. પાડોશીનું ધ્યાન પડયું કે ઘરનું તાડુ તુટેલું છે અને લાઈટો ચાલુ છે તરત તેણે પોલીસને જાણ કરી હતી. ચોરીની આવી ઘટના જ્યાં ચોરો નવાબી પણ ભોગવી ગયા હોય જોઇને પોલીસ પણ અર્ચબામાં પડી ગઇ હતી.
આ વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો તેના પર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે.