જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાંથી યુવતી કોઇને કહ્યા વિના પોતાના ઘરેથી જતી રહી હોય આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી છે. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ જામનગરના નવાગામ ઘેડમાં ખડખડનગર સરકારી સ્કૂલની પાછળ રહેતી મનિષા કારાભાઇ મેર (ઉ.વ.20) નામની યુવતી ગત્ તા. 17 જૂનના રાત્રિના સમયે પોતાના ઘરેથી કોઇને કહ્યા વિના ચાલી ગઇ હતી. આ અંગે શોધખોળ હાથ ધરવામાં આવવા છતાં મળી આવેલ ન હોય તેમના માતા ડાઇબેન રાજેશભાઇ ખાંટ દ્વારા સિટી ‘સી’ ડિવિઝનમાં જાણ કરતા પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરાઇ છે. તેમજ ગુમ થનાર આખો કાળા કલરનો નાઇટ ડ્રેસ પહેર્યો હતો. અને પાતળા બાંધાની તથા વાને ભૂરી છે. આ અંગે કોઇને જાણકારી મળે તો સિટી ‘બી’ ડિવિઝન ફોન નંબર 0288-2550244 તથા હે.કો. પી. કે. વાઘેલા (મો. 98700 66928)નો સંપર્ક કરવા જણાવ્યું છે.