Tuesday, May 30, 2023
Homeરાષ્ટ્રીયગુણવત્તા નિર્ધારિત કરવા 300 વસ્તુઓ પર હોલમાર્ક

ગુણવત્તા નિર્ધારિત કરવા 300 વસ્તુઓ પર હોલમાર્ક

- Advertisement -

વિદેશી ચીજવસ્તુઓના મોહના કારણે છેતરાતા ભારતીય નાગરીકોને હલ્કી વસ્તુઓથી બચાવવા માટે હવે 300 જેટલી આયાતી ચીજો પર હોલમાર્કીંગ ફરજીયાત કરવાની દિશામા કેન્દ્ર સરકારે ચક્રો ગતિમાન કર્યા છે અને તુર્તમાં તેની જાહેરાત કરવામાં આવશે. કેન્દ્ર સરકારના સુત્રોના કહેવા પ્રમાણે વિદેશી આયાત થકી હલકી અને ગુણવતા વગરની ચીજો પર લગામ કસવા માટે પ્રયત્નો શરૂ કરાયા છે.આવતા મહિનાઓમાં 250 થી 300 જેટલી ચીજો પર હોલમાર્કીંગ ફરજીયાત કરવામાં આવશે.બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાર્ન્ડડને તેની જવાબદારી સોંપવામાં આવશે.

- Advertisement -

તેના આધારે હલકી ગુણવતાની વિદેશી ચીજોને નિયંત્રીત કરી શકાશે.સાથોસાથ ભારતીય કંપનીઓને પણ તેનો લાભ મળશે. સુત્રોના કહેવા પ્રમાણે સિગારેટ, લાઈટર, પેન, ઉર્જા સબંધીત વિવિધ ચીજો વગેરેનો આ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.આંતરીક વ્યાપાર વિભાગના લીસ્ટ તૈયાર કરવાની સુચના આપવામાં આવી છે તેના દ્વારા ગુણવત્તાના નિયમો પણ તૈયાર કરવામાં આવશે. અને તેના આધારે વિદેશી આયાત થકી ચીજો માટે પણ માપદંડ નકકી કરીને હોલમાર્કીગ ફરજીયાત બનાવવામાં આવશે.

વિદેશથી ઘુસાડાતી હલકી ચીજો પર નિયંત્રણો મુકવાની સાથોસાથ ભારતીય ઉત્પાદનોને પણ સૂચિત નિયમથી લાભ થશે તેવો સરકારનો દાવો છે. વિદેશી ચીજોની આયાત ઘટવાના સંજોગોમાં દેખીતી રીતે સ્વદેશી ઉત્પાદનોની ખપત વધે અને તેનાથી ભારતીય કંપનીઓને લાભ થશે.વિશ્ર્વભરમા એવો પણ સંદેશો જશે કે ભારતમાં વેંચાણ થતો સામાન હલકી ગુણવતાનો નહિં હોય. સ્વાસ્થ્ય ઉત્પાદનો પર ભરોસો પણ વધશે તેનાથી આયાત ઘટશે અને નિકાસમાં વૃધ્ધિનાં દ્વાર ખુલશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular