Friday, April 19, 2024
Homeરાજ્યગુજરાતઅંડર-19 વિમેન્સમાં ગુજરાતી ટીમ 73માં ઓલઆઉટ

અંડર-19 વિમેન્સમાં ગુજરાતી ટીમ 73માં ઓલઆઉટ

ગુજરાતની આઠ ખેલાડીઓ બે આંકડામાં પણ રન ન બનાવી શકી !

- Advertisement -

- Advertisement -

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન ગ્રાઉન્ડ ખાતે રમાતી બીસીસીઆઇની અંડર-19 વિમેન્સ વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગુજરાતની ટીમનો સતત બીજો પરાજય થયો છે. મુંબઇની ટીમે ગુજરાતે 88 રનથી પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર મુંબઇની ટીમે 50 ઓવરમાં 161 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ગુજરાતની ટીમ 35.1 ઓવરમાં માત્ર 73 રનના સ્કોરમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. રનચેઝ કરનાર ગુજરાતની ટીમ તરફથી શિફાએ 12 તથા લીસા જોશીએ 13 રન બનાવ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગુજરાતના સ્કોરમાં હાઇએસ્ટ સ્કોર મી. એક્સ્ટ્રાના સ્વરૂપે 16 રનનો રહ્યો હતો. ગુજરાતની આઠ ખેલાડીઓ બેવડાં આંકનો સ્કોર પણ નોંધાવી શકી નહોતી. મુંબઇ તરફથી નિમિતી રાણેએ સાત રનમાં ત્રણ, પ્રધન્યા ભગતે 14 રનમાં બે તથા સાનિકા ચાલ્કેએ એક રનમાં બે વિકેટ ખેરવી હતી. અગાઉ મુંબઇની ટીમ માટે અચલ વાલાન્જીએ 30, તુશી શાહે 21 તથા ફાતિમા જાફરે 49 રન બનાવ્યા હતા. ઉત્તર પ્રદેશ સામેની મેચની જેમ મુંબઇ સામે પણ ગુજરાતની બોલર્સે લાઇનલેન્થ વિના બોલિંગ કરીને 27 રન વાઇડ સહિત એક્સ્ટ્રાના સ્વરૂપે 30 રન આપ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular