જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા તાડિયા હનુમાન મંદિર પાસેની ઓરડીમાં યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
આત્મહત્યાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં સિન્ડિકેટ સોસાયટીમાં સતવારા સમાજની પાછળ, પીપરિયા વાડીમાં રહેતી શિલ્પાબેન ધીરૂભાઇ રાઠોડ (ઉ.વ.27) નામની યુવતીએ બુધવારે સાંજે તાડિયા હનુમાન મંદિર પાછળ આવેલા જૂના મકાનની ઓરડીમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં બેશુદ્ધ હાલતમાં જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પિતા ધીરૂભાઇ દ્વારા જાણ કરવામાં આવતા એએસઆઇ પી. કે. ગુઢકા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકે કયા કારણોસર આત્મહત્યા કરી તે સહિતની તપાસ હાથ ધરી હતી.


